જાહેરનામું:રાજકીય પ્રતીક સાથેના પહેરવેશ, ટોપી પહેરી મતદાન, મત ગણતરી મથકમાં પ્રવેશબંધી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાન મથકોની 200 મીટર ત્રિજયા વિસ્‍તારમાં બુથ ઉભા કરી શકાશે નહીં

વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઇને કલેક્ટર દ્વારા 3 જાહેરનામા બહાર પાડવામાં અાવ્યા છે.જાહેરનામા મુજબ કોઇપણ વ્યક્તિ રાજકીય પક્ષના નામ, પ્રતીક કે, સુત્ર સાથેની ટોપી, શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન કેન્દ્ર કે, મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ કરી શકશે નહીં. જેના પર કોઇપણ રાજકીય પક્ષનું નામ, પ્રતીક કે, સૂત્ર ન હોય તેવી સાદી ટોપી પહેરીને મતદાન મથકમાં કે, મતગણતરી મથકમાં પ્રવેશ કરી શકાશે.

તા.1-12ના મતદાનના દિવસે મતદાન મથકમાં મતદારો, મતદાન અધિકારીઓ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ અને એક સમયે ઉમેદવારના એક જ મતદાન એજન્ટ, ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલી વ્યક્તિઓ, ફરજ પરના જાહેર સેવક, મતદારના હાથમાં રહેલા બાળક, અંધ/અશક્ત મતદાર કે, જે કોઇ વ્યક્તિની મદદ સિવાય હાલીચાલી શકતા નથી તેવા મતદારો સાથે કોઇ એક વ્યક્તિ, પ્રિસાઇડીંગ ઓફિસર મતદારોને ઓળખવા અથવા મતદાનના કાર્યમાં પ્રિસાઇડીંગ ઓફિસરને મદદ કરવાના હેતુસર પરવાનગી આપે તેવી અન્ય કોઇ વ્યક્તિ જ પ્રવેશ કરી શકશે તેના સિવાય કોઇ વ્યક્તિ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં.

મતદાન મથકની 200 મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇપણ બુથ ઉભું કરી શકાશે નહીં. જયાં એક જ પ્રિમાઇસીસમાં એકથી વધુ મતદાન મથક ઉભા કરાયા હોય ત્‍યાં પણ આવા પ્રિમાઇસીસની 200 મીટરની ત્રિજયાના વિસ્‍તારની બહાર આવા મતદાન મથકોના જુથ દીઠ એક જ બુથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. આવા બુથ પર 10X10 ફૂટથી વધારે માપના ન હોય તેવા ટેન્‍ટ ઉભા કરી શકાશે પરંતુ તેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં સામેલ કરવાનો રહેશે.

આવા બુથો ચુંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ઉભા કરી શકાશે નહીં. જે વ્‍યકિતઓ મતદાન કરી ચૂકયા હોય તેવા વ્‍યકિતઓ આવા બુથ પર જઇ શકશે નહીં. ચૂંટણી તથા પોલીસના અધિકૃત અધિકારી/કર્મચારી સિવાય 4 અન્‍ય કોઇપણ વ્‍યકિત મતદાન મથકના 100 મીટરીની ત્રિજયામાં કોઇપણ સેલ્‍યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઇને જઇ શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...