સમસ્યા વકરી:વરસાદથી ભૂવા પડતા 8 સ્થળે ગટરની લાઈન તૂટી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર્સ ખોલતા સમસ્યા વકરી
  • દોઢ દાયકા પહેલા વિનાશક ભૂકંપ બાદ શહેરમાં જી.યુ.ડી.સી.એ પાથરી હતી લાઇન

ભુજ શહેરમાં અેક બાજુ અેક જ દિવસમાં 8 ઈંચ વરસાદ પડ્યો અને જુલાઈ માસના પ્રારંભના 12 દિવસમાં જ 19 ઈંચ વરસાદ પડી ગયો છે, જેથી જમીનમાં પોલાણ સર્જાતા 8 સ્થળે ભૂવા પડ્યા, જેમાં ગટરની જૂની લાઈન તૂટી ગઈ હતી, જેથી ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચ ભરચોમાસે મરંમતની કામગીરી માટે દોડધામમાં મૂકાઈ હતી.

ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચના ઈજનેર ભાવિક ઠક્કરે જણાવ્યું હતું કે, શહેરના ધનવંતરી સ્કૂલ સામે, માંડવી અોક્ટ્રોય નાકા સામે, ભારતનગર ત્રણ રસ્તા, મેરૂન પાર્ક-4, ખાવડા ચોકડીથી નાગોર રોડ, મંગલમ રેસીડેન્સિસામે ભૂવા પડ્યા હતા, જેમાં ગટરની લાઈન તૂટી ગઈ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લે બદલાવેલી અેકેય લાઈન તૂટી નથી. દોઢેક દાયકા પહેલા ભૂકંપ બાદ જી.યુ.ડી.સી.અે પાથરેલી લાઈન તૂટી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અે સમયે જી.યુ.ડી.સી.અે ભુજ નગરપાલિકા જોડે સંકલન સાધ્યા વિના કામ કર્યું હતું, જેથી શહેરની ભૂગોળ સમજ્યા વિના અને ભવિષ્યને નજરમાં રાખ્યા વિના અોછી ક્ષમતાની લાઈનો પથરાઈ ગયાની શક્યતા છે.

વળી જુલાઈ માસના બારેક દિવસમાં જ 19 ઈંચ જેટલો વરસાદ અને અેમાંય અેક જ દિવસમાં 8 ઈંચ જેટલો વરસાદ પડવાથી લોકોઅે પાણીના નિકાલ માટે ગટરની ચેમ્બર્સ ખોલી નાખી હતી, જેથી વરસાદના પાણી જોડે માટી અને ઘન કચરાઅે રૂકાવટ સર્જી હતી, જેમાં પ્રવાહના દબાણે લાઈન તોડી હતી.

અન્ય સમાચારો પણ છે...