વહીવટીતંત્રને રજૂઆત:કચ્છમાં ઓવૈસીને પ્રવેશ ન આપો : હિન્દુ યુવા સંગઠન

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવાદમાં રહેલા AIMIM રાષ્ટ્રીય અધ્યક્ષના કચ્છના પ્રવાસથી સુરક્ષા અર્થે કરાઇ રજૂઆત

સંસ્કૃતિ, સભ્યતા અને ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છનું સ્થાન વિશિષ્ટ રહ્યું છે તેમજ શાંતિ અને સલામતી દૃષ્ટિએ સરહદી જિલ્લો રાજ્યમાં પ્રથમ છે, ત્યારે આગામી તારીખ 11 અને 12ના AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી કચ્છ આવે છે જેને કારણે અશાંતિ ન સર્જાય તેમજ વહીવટીતંત્ર પ્રવેશની મંજૂરી ન આપે તેવી રજૂઆત હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી હતી.

તેમણે જણાવેલા મુદ્દા મુજબ છેલ્લા સાત વર્ષોમાં કચ્છ જિલ્લામાં જેહાદીઓ દ્વારા જયારે 17 હિંદુઓની હત્યાઓ થઇ હોય, તે કચ્છમાં કટ્ટર ઇસ્લામિક વિચારધારા ધરાવનાર ઓવૈસીને પ્રવેશ તથા રેલીની છુટ શા માટે આપવી જોઈએ. કચ્છ જિલ્લો એક સરહદી ક્ષેત્ર હોતા જિલ્લામાં લેશમાત્ર પણ કુચેષ્ટા ન થાય તે જોવું પ્રશાશનનું કર્તવ્ય છે, એટલા માટે કે દેશવિરોધી ગતિવિધિઓ હોય કે રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ, તેના તાર પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ સ્વરૂપે કચ્છથી જોડાયેલા રહ્યા છે.

શ્રીલંકા ચર્ચ પર થયેલ હુમલાના તારા કચ્છથી જોડાયેલા હતા. આ ઉપરાંત અહીં સમયાંતરે ડ્રગ્સ પકડાતું રહે છે, જેનું કેન્દ્રબિંદુ પણ કચ્છ રહેવા પામ્યું છે. આ બધી વિગતો જિલ્લાની સુરક્ષા માટે વિચાર માંગી લે છે. આ કારણથી જિલ્લામાં કોઈ પણ તેવી વ્યક્તિ કે વ્યવસ્થાને પ્રવેશ ન આપવામાં આવે જેથી આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે. આવા અનેક કારણોથી આ નેતાને પ્રવેશ ન આપવા રજૂઆત કરી હતી. જિલ્લામાં કોમી એકતા કાયમ બની રહે તે માટે ઓવૈસીને કચ્છમાં પ્રવેશની મંજૂરી ન આપવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...