હોસ્પિટલમાં સાપ ઘુસી જતાં ભયનો માહોલ:માંડવીની ખાનગી હોસ્પિટલમાં સાપે દેખા દેતાં દોડધામ, સેવાભાવીએ રેસ્ક્યુ કરતાં લોકોમાં રાહત

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાપ કોઈને નુકશાન પહોંચાડે તે પહેલા જ સલામત રીતે પકડી રેસ્ક્યુ કરાયો

માંડવી શહેરના સોના નાકા પાસે આવેલી સદગુરૂ સર્જિકલ હોસ્પિટલમાં આજે મંગળવારે સાપ ઘુસી જવાની ઘટના બનવા પામી હતી. ખાનગી હોસ્પિટલના બાથરૂમમાં સાપ ઘુસી આવતાં હાજર લોકોમાં ભય ફેલાયો હતો. જેના પગલે શહેરના સાપ પકડવાની સેવા આપતા સેવાભાવી દિલીપ કોળીને જાણ કરતાં તેમણે તાકીદે હોસ્પિટલમાં પહોંચી જઈ સાપને પકડી રેસ્ક્યુ કર્યો હતો.

હોસ્પિટલમાં સાપ ઘુસી આવ્યાની જાણ સ્ટાફ દ્વારા ડોક્ટર ચંદ્રકાન્ત સાધુને કરવામાં આવતા, તબીબે સાપ પકડતા સેવાભાવીને જાણ કરી હતી. સેવાભાવી દ્વારા તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ સાપ કોઈને નુકશાન પહોંચાડે તે પહેલા જ તેને સલામત રીતે પકડી રેસ્ક્યુ કરાયો હતો. જેના બાદ સાપને સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવતાં ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...