ખારેકનાં ઝાડ બળીને ખાખ થયાં:ભુજના હરિપર પાસે ખારેકની વાડીમાં આગ લાગતાં દોડધામ, વાડીમાંના વૃક્ષોને વ્યાપકપણે નુકશાન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ઉનાળો આકરા તાપ સાથે તેનો પ્રકોપ દર્શાવી રહ્યો છે, તેમ તેની અસર વાતાવરણમાં પણ વર્તાઈ રહી છે. જેમાં ક્યાંકને ક્યાંક તેના કારણે આગની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભુજોડી પાસે આગ લાગ્યા બાદ આજે બુધવારે ભુજ તાલુકાના હરિપર પાસે આવેલી દેવરાજ રેસિડેન્સી નામની વાડીમાં પણ આગની ઘટના સામે આવી છે. જેમાં વાડીની અંદર રહેલા ખારેકના અનેક ઝાડ આગની લપેટમાં આવી જતાં બળી જવા પામ્યા છે.

આ આગના પગલે વાડીમાંના વૃક્ષોને વ્યાપકપણે નુકશાન થયું છે. જો કે આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરાતાં તુરંત ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે. ભુજ તાલુકાના હરિપર પાસે આવેલી દેવરાજ રેસિડેન્સી નામની વાડીમાં આગ લાગી હતી. તેમાં ખારેકના અનેક ઝાડ બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગને કાબુમાં લેવા ભુજ ફાયર ટીમના સાવન ગોસ્વામી, હિરજી રબારી, યશપાલસિંહ અને ઈમ્તિયાઝ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...