પુસ્તક વિમોચન:દિવ્ય ભાસ્કરની લેખિકાના પુસ્તકનું મુખ્યમંત્રી રાજ્યપાલના હસ્તે વિમોચન

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુદ્ધમાં સન્નારીઓની જીવંત ગાથા આલેખતું ‘સરહદી કચ્છની વીરાંગનાઓ’

પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાત સ્થાપનાના ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ગુજરાત ગૌરવ ગાથા શ્રેણી પુસ્તકોનું વિમોચન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સચિવ અશ્વિનીકુમાર, અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા, મહામાત્ર તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

પ્રથમ ચરણમાં 25 પુસ્તકોનું વિમોચન
કુલ 75 વિષયો પસંદ કરીને આ શ્રેણીના પુસ્તકો તૈયાર કરવામાં આવનાર છે. તે પૈકી પ્રથમ ચરણમાં 25 પુસ્તકોનું વિમોચન કરાયું હતું. આ 25 પુસ્તિકો પૈકી એક પુસ્તક ભુજના વતની અને દિવ્ય ભાસ્કરના કટાર લેખિકા ડૉ.પૂર્વીબહેન ગોસ્વામીએ તૈયાર કર્યું છે.

પુસ્તકમાં સન્નારીઓની જીવંત ગાથા
યુદ્ધ અને સત્યાગ્રહમાં એવી ઘણી નામી-અનામી મહિલાઓનું યોગદાન રહ્યું છે.​​​​​​​ જેની નોંધ ગુજરાતનાં ઈતિહાસમાં ઓછાવત્તા અંશે લેવાઈ હોવાથી ‘સરહદી કચ્છની વીરાંગનાઓ’ શીર્ષક હેઠળ તૈયાર કરાયેલા આ પુસ્તકમાં લેખિકાએ કચ્છના 1965, 1971ના યુદ્ધો અને કચ્છ સત્યાગ્રહમાં જોડાનારી સન્નારીઓની જીવંત ગાથા આલેખી છે.

અજાણ્યા તથ્યો-સંઘર્ષોથી રૂબરૂ કરાવશે પુસ્તક
આ પુસ્તકમાં જિલ્લાના વિવિધ સ્થળની વીરાંગનાઓની યુદ્ધ કે સત્યાગ્રહ સમયે તેમણે નીભાવલી ભૂમિકા, એ સમય દરમિયાન વિતાવેલા કષ્ટો, સમાજ અને દેશના હિત માટે વ્યક્તિગત જીવનની આહુતિ વગેરે જેવા મુદ્દાઓ પર વિશેષ માહિતી જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...