ભુજના કેન્દ્ર સ્થાન જ્યુબિલી સર્કલ પાસે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભૂજ વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા વધારવા હેતુ એસટી બસની ઓનલાઈન બુકીંગ સેવા મેળવવા GSRTCની એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. શહેરના જાહેર માર્ગ ખાસ તૈયાર કરાયેલા મીની સ્ટોલ મારફતે એસટીની ઓનલાઈન બુકિંગ વિશે પ્રચાર પ્રસાર કરાયો હતો. તેમાં 50 થી વધુ લોકોએ એપ ડાઉનલોડ કરી હતી જ્યારે અનેક લોકોએ માહિતી મેળવી હતી. ભુજ એસટી વિભાગ દ્વારા આયોજન વ્યવસ્થા કરવામાં આવ્યા હતા.
લોકો વધૂમાં વધુ એસટી બસની સેવાનો સરળતાથી લાભ લે અને સુવિધારુપ પ્રવાસ ખેડી શકે, તે હેતુસર આજે ભૂજ એસટી વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા વિભાગીય પરિવહન અધિકારી નિમિષા ઠકકર, ડેપો મેનેજર સિંધી, સુપરવાઈઝર નિલેશ જેઠી અને કર્મચારીઓએ લોકોને GSRTCની એપ વિશે માહિતગાર કર્યા હતા. લોકોએ પણ એપની ઉપીયોગિતા જાણી ખુશી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.