સત્તાસ્થાને રહેલી કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારે પેકેજીંગ વસ્તુઓ પર જીએસટી લગાડી વધુ એક પ્રજા સાથે આર્થિક અન્યાય કર્યાની લાગણી સાથે આજે શુક્રવારે કચ્છ કોંગ્રેસ દ્વારા લોકહિતાર્થે ભુજના જ્યુબિલિ સર્કલથી વીડી માર્ગ તરફ સરકારની આર્થિક નીતિ વિરુદ્ધ મોંઘવારીની નનામી કાઠી આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન કરી રહેલા કોંગી સભ્યોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાયા બાદ છોડી મુકવામાં આવ્યા હતા. એક તબક્કે કોંગેસના અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ નિર્માણ પામી હતી.
મોંઘવરી સામે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવાયો
મોંઘવારીનો વિરોધ કરી રહેલા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા દેશમાં પેકેજીંગ વસ્તુઓ પર જીએસટી લગાડી પ્રજાને વધુ એક અન્યાય કર્યો છે. જેના વિરોધમાં આ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારથી પ્રજા પાયમાલ બની છે. ભાજપ સરકારે ઘણી આવશ્યક ચીજ વસ્તુઓ જેવીકે ઘઉંનો લોટ, મધ, ગોળ તથા અનાજની પેકિંગ વસ્તુઓ પર અસહ્ય જીએસટી લાદી દેતા ભાવવધારો થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. સરકાર અત્યંત અસવેદનશીલ અને સરમુખત્યારી તથા ભાજપ સરકારના અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયોથી મોંઘવારી ભીષણ સ્વરૂપે બહાર આવી રહી છે. ઉપરાંત યુવાનોને રોજગારીના નામે ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં કચ્છ જિલ્લા મથક ભુજ મધ્યે રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના વિશાળ સંખ્યામાં કાર્યકરો, આગેવાનોએ મોંઘવારીની નનામી કઢી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો. આ વેળાએ સભ્યોએ "સસ્તો દારૂ મોંધુ તેલ ભાજપ તેરા કૈસા ખેલ" જેવા સૂત્રોચાર પણ પોકાર્યા હતા. આ દરમ્યાન મહિલા કાર્યકરો સાથે પોલીસના બળ પ્રયોગને કોંગ્રેસ પક્ષે વખોડ્યો હતો.
પોલીસે મહિલા કાર્યકર સાથે બળ પ્રયોગ કરતા કોંગ્રેસે વખડયો
આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,કિશોરદાન ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા,પી.સી.ગઢવી, રામદેવસિંહ જાડેજા, અરજણ ભુડીયા,કલ્પના જોશી, આશાબેન સોની, દીપક ડાંગર,ગની કુંભાર, મુસ્તાક હિંગોરજા, પુષ્પાબેન સોલંકી,અમિત મહેતા, ધીરજ રૂપાણી, અંજલીબેન ગોર, ઇલિયાસ ઘાંચી, રસિકબા જાડેજા, આઈસુબેન સમા, મહેબૂબ પખેરીયા, હાસમ સમા,નરેશ ફુલીયા,એચ.એસ. આહીર, નીલય ગોસ્વામી,યોગેશ પોકાર, મીત જોશી,હિંમતસિંહ જાડેજા, હેમાંગ જોશી, રજાક ચાકી, અકીલ મેમણ , જુસબશા સૈયદ,વિશાલ ગઢવી, ધેર્યા ગોર,જીગરસિંહ જાડેજા,આદિત્ય ગઢવી, શક્તિસિંહ ચૌહાણ રાજુ સાઈ વગેરે આગેવનો જોડાયા હતા. તેઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાયા બાદ છોડી મુકવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.