કોંગેસમાં બળવો યથાવત:માંડવીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ઉમેદવારને ટિકિટ ફાળવાતા કાર્યકરોમાં અસંતોસ

કચ્છ (ભુજ )16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષઓએ પોતાની રણનીતિ અનુસાર ઉમેદવારોને ચૂંટી સત્તા મેળવવા ચૂંટણી જંગમાં ઉતારી મુક્યા છે. સમાંતર રાષ્ટ્રીય પક્ષઓ દ્વારા ટિકિટ ફાળવણી કરાયા બાદ અનેક બેઠક પર દાવેદારી નોંધાવનાર સક્રિય કાર્યકરોમાં અસંતોષની લાગણી ફેલાતી જોવા મળી રહી છે, જે ક્યાંકને ક્યાંક ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ માટે ચિંતાસ્વરૂપ બની રહી છે. કોંગેસની વાત કરવામાં આવે તો જિલ્લાની છ બેઠક માટેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, તેમાં ભુજ, ગાંધીધામ બાદ હવે માંડવી સીટ માટે નક્કી કરાયેલા ઉમેદવાર સામે પણ નારાજી જાહેર થઈ છે. પક્ષના લડાયક નેતા ગજુભા જાડેજાએ આ માટે પોતાની નારાજગી જાહેર કરી છે. સાથેજ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની વાત કરતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને મૂળ ભાજપમાંથી કોંગેસમાં જોડાયેલા રાજેન્દ્રસિંહને ટીકીટ અપાતા પોતે ઉપેક્ષિત થયાની ભાવના સાથે મૂળ કોંગેસી નેતાએ બાયો ચઢાવી છે.

આ અંગે કિશોર વયથી કોંગેસ પક્ષમાં સક્રિયપણે કામગીરી કરતા માંડવીના ગજુભા જાડેજાએ પોતાનો આક્રોશ ઠાલવતા વ્યથા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી વિપક્ષમાં રહેલી કોંગેસ માટે સતત ઝઝૂમતા રહેવા છતાં ઉપેક્ષિત કરવામાં આવે તો સ્વાભાવિક છે દાવેદારી નોંધવનાર દાવેદારો અને તેમાંના સમર્થકોમાં નારાજગી અને ગુસ્સો પ્રગટ થવાનોજ છે. પક્ષ દ્વારા સક્રિય કાર્યકરની અવગણના કરવામાં આવે છે તે યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...