ભક્તોએ બાપ્પાને આપી વિદાય:હમીરસર અને શહેર આસપાસના જળાશયોમાં વિસર્જન

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રનું જાહેરનામું છતાં પણ લોકો પીઅોપીની મૂર્તિઅો હમીરસરમાં પધરાવી ગયા
  • પાલિકાઅે​​​​​​​ પાણીથી ભરેલી ટ્રોલીની કરી વ્યવસ્થામાં 250 જેટલી મૂર્તિ પધરાવાઇ

પીઅોપીથી બનાવાયેલી અને જુદા-જુદા રાસાયણિક રંગોના ઉપયોગથી પર્યાવરણને નુકસાન થતું હોઇ અાવી મૂર્તિઅોના તળાવ, ડેમોમાં વિસર્જન પર તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મૂકાયો હોવા છતાં પણ લોકો હમીરસરમાં મૂર્તિ પધરાવી ગયા હતા.

ભુજ સહિત સમગ્ર કચ્છમાં દર વર્ષે ગણોત્સવની ધામધુમથી ઉજવણી કરાતી હોય છે અને દુંદાળા દેવની અારાધના કરાતી હોય છે. ગણેશ ઉપરાંત અન્ય દેવી-દેવતાઅોની મૂર્તિઅો ખાસ કરીને પ્લાસ્ટર અોફ પેરીસથી બનાવાય છે અને તેમાં પૂરવામાં અાવતા વિવિધ રાસાયણિક રંગોના કારણે મૂર્તિ વિસર્જન વખતે તળાવ, ડેમમાં માછલીઅો સહિત અન્ય જળચર જીવોના નાશ સાથે પર્યાવરણને નુકસાન થાય છે. અા વખતે ગણોત્સવ શરૂ થાય તે પહેલા કચ્છ કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને પ્લાસ્ટર અોફ પેરીસની મૂર્તિઅોના વેચાણ પર અને અાવી મૂર્તિઅોના તળાવ, ડેમોમાં વિસર્જન પર પ્રતિબંધ લાદ્યો હતો તેમ છતાં પણ સરેઅામ પીઅોપીની મૂર્તિઅોનું વેચાણ થયું હતું.

ભુજ નગરપાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન માટે ટ્રોલીમાં પાણી ભરીને વ્યવસ્થા કરાઇ હતી, જેમાં અંદાજિત 250 જેટલી મૂર્તિઅોનું વિસર્જન કરાયું હતું, જો કે, અામ છતાં પણ અનેક પીઅોપીની મૂર્તિઅો શહેરના હૃદય હમીરસરમાં પધરાવાઇ હતી. ઉપરાંત મધ્યમ કક્ષાની મૂર્તિ પાલારા, ધુનારાજા ડેમમાં અને મોટી મૂર્તિઅોનું વિસર્જન રૂદ્રમાતા ડેમ અને માંડવીના દરિયામાં કરવામાં અાવ્યું હતું.

ગણપતિની મૂર્તિના વિર્સજન પાછળનું મહાત્મય
ગણેશોત્સવમાં સ્થાપિત કરવામાં અાવતી અસ્થાયી મૂર્તિમાં દેવતાઅો અાવાહિત થતા હોય છે, જેથી મૂર્તિનું વિસર્જન કરતા પહેલા દેવતાઅોને મૂર્તિની બહાર નીકળવા િવનંતી કરવામાં અાવે છે, જેને ઉસ્થાપના વિધિ કહેવાય છે. દેવતાને વંદન કરીને યોગ્ય રીતે પાછા વાળવા જોઇઅે.

અન્ય સમાચારો પણ છે...