ઓનલાઇન બુકિંગ શરૂ:હવે ભુજથી ડાયરેકટ કર્ણાટક જઈ શકાશે, 3 જુનથી વિમાની સેવાનો આરંભ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉડ્ડયન : અમદાવાદ થઈને જતી ફલાઇટની સેવા સપ્તાહમાં 5 દિવસ મળશે
  • ટિકિટ દર અને સમય પત્રક જાહેર, ઓનલાઇન બુકિંગ શરૂ કરાયું

લાંબા સમયની માંગણીઓ આખરે સંતોષાઈ હોય તેમ આગામી 3 જુનથી ભુજથી અમદાવાદ અને કર્ણાટક સુધીની લાંબા અંતરની હવાઇસેવા શરૂ થવા જઈ રહી છે.આ માટે ઓનલાઇન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

કંડલા ઍરપોર્ટની સરખામણીએ ભુજએરપોર્ટ પર ફલાઇટ કનેક્ટિવિટી ઘણી ઓછી છે જે મુદ્દે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે સ્ટાર એર કંપની દ્વારા જૂન મહિનાની 3 તારીખથી ભુજથી અમદાવાદ અને બેલગામ (કર્ણાટક)ની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. 50 સીટર એમ્બેરર એરક્રાફ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ સેવા આપશે.

ભુજથી બેલગામ સુધી જનારી આ ફ્લાઇટમાં ભુજના લોકો અમદાવાદ અને ત્યાંથી બેલગામ સુધીનો પ્રવાસ કરી શકશે.ભુજથી અમદાવાદનું ભાડું રૂ.1949 નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.એરલાયન્સ દ્વારા હવાઈસેવા માટે ઓનલાઈન બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

હવાઈસેવાનું સમયપત્રક

વિમાનીસેવાઉપડશેપહોંચશેકયા દિવસે
અમદાવાદ-ભુજ11:0012:00સોમ,ગુરુ,શુક્ર,શનિ
અમદાવાદ-ભુજ16:1017:10બુધવાર
ભુજ-અમદાવાદ12:3013:30સોમ,ગુરુ,શુક્ર,શનિ
ભુજ-અમદાવાદ17:3518:35બુધવાર
બેલગાવી-ભુજ9:1012:00સોમ,ગુરુ,શુક્ર,શનિ
બેલગાવી-ભુજ14:1517:10બુધવાર
ભુજ-બેલગાવી12:3015:30સોમ,ગુરુ,શુક્ર,શનિ
ભુજ-બેલગાવી17:3520:30બુધવાર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...