વાહન ચાલકોને હાશકારો:ભૂજ નખત્રાણા ધોરીમાર્ગ પરના યક્ષ મંદિર પાસેના જર્જરિત બ્રિજનું અંતે સમારકામ હાથ ધરાયુ

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ નખત્રાણા હાઇવે પરના કચ્છના મીની તરણેતરની ઓળખ સમાં મોટા યક્ષ મંદિર પાસે પુલની જર્જરિત રેલીંગનું કામ અંતે લાંબા સમયની રજુઆત બાદ શરૂ થતાં વાહન ચાલકોએ રાહત અનુભવી છે. દાયકાઓ પહેલા બનેલા પુલની રેલીંગ અતિ જર્જરિત હાલતમાં જોવા મળતી હતી. અહીંથી પસાર થતા વાહનોના કારણે બ્રિજમાં ધ્રુજારી થતી હતી. જેને લઇ બ્રિજમાંથી કાંકરી અને પોપડા પડતા હતા. નબળા બનેલા બ્રિજથી વાહનચાલકોને સતત અકસ્માતની ભીતિ રહેતી હતી. ત્યારે સંબધિત તંત્ર દ્વારા જર્જરિત બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવતા લોકોમાં રાહત ફેલાઈ છે.

આ વિશે સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બ્રિજની રેલીંગના સમારકામ માટે અનેક વખતની માગણી બાદ અંતે કામ શરૂ થયું છે. દાયકાઓ અગાઉ બનેલા પુલની રેલીંગ અતિ ખસ્તા હાલતમાં અને જર્જરિત થઈ ગઈ હતી.જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિને લઈને, મરામત કામગીરી કરવા સંબંધિતોને રજુઆત કરવામાં આવતી હતી.આખરે કામ શરૂ થતાં વાહનચાલકો માટે રાહત ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...