હાલ દરેક જગ્યાએ સ્કેનનું ચલણ વધી ગયું છે.રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો સ્કેનર અને ઓનલાઈન ફોર્મ ભરવા હોય કે બુક વાંચવી હોય તો તરત જ QR કોડ સ્કેન કરવામાં આવે છે ત્યારે કચ્છ યુનિવર્સિટીએ પણ ડિજિટલ દુનિયામાં એક ડગ આગળ વધાર્યું છે અને યુનિવર્સિટી દ્વારા અપાતા પરિણામમાં QR કોડ લગાવવામાં આવ્યા છે જેનાથી ડુપ્લીકેટ પરિણામ હશે તો તરત પકડાઈ જશે.હાલમાં કોડ લગાવવામાં આવ્યો છે અમલવારી આગામી નવા શૈક્ષણીક સત્રથી થશે.
કચ્છ યુનિવર્સિટીએ ડિજિટલ દુનિયામાં એક ડગ આગળ વધાર્યું
યુનિવર્સિટી દ્વારા છાત્રોની જરૂરિયાત પ્રમાણે પરિણામની માર્કશીટમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે અને આ નવા ડિજિટલ ફેરફારોને વિદ્યાર્થીઓ પણ બિરદાવી રહ્યા છે.ખાસ મહત્વની વાત એ છે કે,ડુપ્લીકેટ માર્કશીટ રોકવા પરિણામમાં QR કોડ લગાવવામાં આવ્યા છે.જે કચ્છમાં પ્રથમ પ્રયાસ છે.રાજ્યની ઘણી યુનિવર્સિટીના બોગસ પરિણામ બનતા હોવાનું અને તેના આધારે નોકરી લેવાતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે પરિણામને સુરક્ષિત કરવા માટે નવો પ્રયાસ કરવામાં આવ્યો છે.યુનિવર્સિટી દ્વારા માર્કશીટની પેટન્ટ બદલવામાં આવી છે.
પરિણામને સુરક્ષિત કરવા માટે નવો પ્રયાસ
MKCLની જગ્યાએ GIPLના નવા પ્રોગ્રામીંગ સોફ્ટવેર સીસ્ટમ અંતર્ગત તેને આવરી લેવાતા વિદ્યાર્થીઓ હવેથી પોતાની માર્કશીટ ડીઝીટલાઈઝેશન મુજબ QR કોડથી સ્કેન કરી જોઈ શકશે અને ડાઉનલોડ કરી શકશે તેમજ માળખાકીય સુધારા પણ કરાયા છે.જેમાં અગાઉ વિદ્યાર્થીઓના નામની છેલ્લે કૌસમાં માતાનું નામ આવતું હતું જે હવે નીકળી ગયું છે.
હાલમાં માર્કશીટમાં QR કોડ લગાવવામાં આવ્યા
તથા છાત્રની ટકાવારીની તુલનાએ કયા કલાસમાં તે પાસ થયો અને ગ્રેડની ગણતરી માટેનું કોષ્ટક માર્કશીટની પાછળ લખવામાં આવ્યું છે.જે અગાઉ ન હતું. હાલમાં માર્કશીટમાં QR કોડ લગાવવામાં આવ્યા છે પણ તે હમણાં એક્ટિવેટ નથી.આગામી નવા સત્રથી આ કોડ અમલી બની જશે તેવું સતાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.