ભાસ્કર વિશેષ:ઐતિહાસિક વિરાસતોનું સૌપ્રથમ વખત ડિજિટલ થ્રીડી લેસર સ્કેનિંગ; દસ્તાવેજીકરણ થવું જોઇએ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘સેપ્ટ’ના તજજ્ઞો દ્વારા આધુનિક ઈક્વિપમેન્ટ સાથે દરબારગઢ પર થઈ રહ્યું છે કામ

કચ્છ રાજના સમયમાં ચાર સદી દરમિયાન જિલ્લામાં વિશિષ્ટ પ્રકારની કળાકૃતિ અને કોતરણી સાથે અદ્યતન ઇજનેરી તકનીકને પણ વિચારતા કરી દે તેવું બાંધકામ થયું છે. કચ્છમાં પુષ્કળ ઐતિહાસિક વારસો છે, પરંતુ દરેક સદીમાં ભયંકર ધરતીકંપ આવવાને કારણે ઘણા જ કિંમતી મોલાતો ક્ષતિગ્રસ્ત થયા છે. રાજાશાહી વખતના આ અમૂલ્ય મહેલ, રાણીવાસ, દરબારગઢ જેવી મિલકતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની કવાયત મહારાણી પ્રીતિ દેવીના વિચારને મૂર્તિમંત કરવામાં આવી રહ્યું છે.

છ મહિના અગાઉ સેપ્ટ, અમદાવાદ સાથે થયેલા કરાર મુજબ ડોક્યુમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે. પ્રોજેકટ સાથે જોડાયેલા શ્રીરાજસિંહ ગોહિલ જણાવે છે કે, આજકાલના અદ્યતન સોફ્ટવેર અને ટેકનોલોજી જે છે, એ યુએસની કંપની છે, પરંતુ મેન્યુફેક્ચર જર્મનીનું છે. આપણું જે ઇતિહાસની હેરિટેજ વેલ્યુ સમજીને તેને ફરીથી બનાવીએ છે. અત્યારે આપણે વર્કશોપમાં 18 ઇજનેરી કૌશલ્ય ધરાવતા યુવાઓ કામ કરે છે. જેનામાંથી 90 ટકા પ્રોફેશનલ આર્કિટેકસ છે અને 10% જે છે એ સ્ટુડન્ટ છે અને જેને આ સાથે શીખવાડી રહ્યા છીએ.

કચ્છમાં પ્રથમ વખત આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્રણ દિવસના વર્કશોપ દરબાર ગઢના વિવિધ વિભાગોનું થ્રી ડી ડોક્યુમેન્ટ્શન થશે. સમગ્ર મિલકતની એકવાર ફોટોગ્રાફી થઈ જશે એટલે તેને સ્પેશિયલ સોફ્ટવેર દ્વારા એક મોડેલ ઊભું થશે જે એક એક જગ્યાએ ઊભા બધા સ્થાપત્ય દર્શાવવામાં આવશે. આવું વિશિષ્ટ કામ કચ્છમાં ક્યાંય પણ નથી થયું. ખરેખર દસ્તાવેજીકરણ થવું જોઈએ.

70 મીટર દૂર સુધીની કોઈપણ વસ્તુને એકદમ ચોક્કસ સ્કેન કરી શકાય છે
સાઇટ કંઝર્વેશન ડિજિટલ ટેકનિક દ્વારા 3 ડી લેસર સ્કેનર એક એવી ટેકનિક છે કે જે 70 મીટર દૂર સુધીની કોઈપણ વસ્તુને એકદમ ચોક્કસ પારખી અને કેમેરામાં સેવ કરે છે. જર્જરીત ઈમારત હોય કે ત્યાં જઈ ન શકાય ત્યાં આ સાધન દ્વારા આલેખન કરી અને ઈમેજ કેપચર કરે. સેપ્ટ ના ફેકલ્ટી મૃદુલા માને વિગત આપતા જણાવે છે કે, અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ટ્રસ્ટ દ્વારા મંજૂરી મળી છે માટે અહી દરબાર ગઢમાં થ્રી ડી લેસર સ્કેન કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...