બીચ ફેસ્ટિવલ ભૂલાયો:ધોરડોનો રણોત્સવ ખુલ્લો મુકાયો, માંડવીનો બીચ ફેસ્ટિવલ ભૂલાઇ ગયો

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પૂર્વે રણોત્સવની સમાંતર બીચ ફેસ્ટિવલ યોજવાની જાહેરાત થઇ હતી

ધોરડો રણોત્સવની સાથે હવે દર વર્ષે માંડવીમાં પણ તંબુ નગરી ઉભી કરીને બીચ ફેસ્ટિવલ ઉજવાશે તેવી જાહેરાત બે વર્ષ પૂર્વે તત્કાલિન મુખ્યમંત્રીએ માંડવીમાં બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકતાં કરી હતી. છેલ્લા બે વર્ષથી રણોત્સવ તો ઉજવાય છે પણ બીચ ફેસ્ટિવલ ભૂલાઇ ગયો છે.

તા. 13/2/20ના માંડવી આવેલા તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂકતાં કહ્યું હતું કે, હવેથી દર વર્ષે ટેન્ટ સિટીની સાથે બીચ ફેસ્ટિવલ યોજાશે જેને પગલે માંડવીનો સાગર કિનારાનો ગોવાને પણ ટક્કર મારે તેવો વિકાસ થશે તેની સાથે પ્રવાસનને પણ વધુ વેગ મળશે. આ વાતને બે વર્ષ વીતી ગયા બાદ પણ હજુ સુધી ફેસ્ટિવલ યોજાયો નથી પરિણામે મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત લોલીપોપ સમાન બની હોય તેમ જણાઇ રહ્યું છે.

બીચને આંતરરાષ્ટ્રીય નક્શામાં સ્થાન આપવાની વાતો કરતા પ્રવાસન વિભાગ દ્વારા લોકો માટે શૌચાલયની પણ વ્યવસ્થા કરાઇ નથી. માંડવીને ટુરિઝમ ક્ષેત્રે આગળ ધપાવવાની મોટા ઉપાડે વાતો થાય છે પણ એ દિશામાં માળખાકીય સુવિધા આપવા માટે એક ફદિયું એ ખર્ચાયું નથી. એક બાજુ શહેર વિકાકસથી વંચિત છે તો બીજી બાજુ 3 હજાર કરોડના ખર્ચે શરૂ થનારા જીએચસીએલ પ્લાન્ટનો વિરોધ થઇ રહ્યો છે પરિણામે ઔદ્યોગિક વિકાસથી પણ બંદરીય વિસ્તાર વંચિત રહી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...