હસ્તકળા:ધમડકાના અજરખ ડિઝાઇનરને એક જ દિવસે ઉઝબેકિસ્તાન અને દિલ્હીમાં મળ્યો એવોર્ડ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય ફેશન શોમાં પોતાના દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન કર્યું

કચ્છની હસ્તકળા અને વણાટ કળાઅોઅે હવે દેશના સિમાડા અોળંગી નાખ્યાં છે. કારીગરો અને કલાકારો વિદેશમાં જઇ ફેશન શો કરવા લાગ્યા છે. તાજેતરમાં ધમડકાના અજરખના કારીગર મોબીન ખત્રીઅે ઉઝબેકિસ્તાન ખાતે યોજાયેલા અાંતરરાષ્ટ્રીય ફેશન શોમાં પોતાના દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રોનું નિદર્શન કર્યું હતું. જયાં તેને અોવોર્ડ અેનાયત કરાયો હતો. અાશ્ચર્યની વાત અે છે કે તે જ દિવસે દિલ્હીમાં પણ અા ડિઝાઇનરને નેક્સ્ટ જનરેશન અેવોર્ડ અેનાયત કરવામાં અાવ્યો હતો !

મળતી વિગતો મુજબ ધમડકાના મોબીન અબ્દુલ ગની ખત્રીઅે તાજેતરમાં ઉઝબેકિસ્તાન સ્થિત અાંતરરાષ્ટ્રીય ફેશન શોમાં ભાગ લીધો હતો. જેમાં તેમના દ્વારા જ ડિઝાઇન કરેલા વસ્ત્રો પર વિવિધ મોકલોઅે રેમ્પ વોક કર્યું હતું. જ્યાં તેમના દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રોઅે વાહવાહી મેળવી હતી.

તથા અા ફેશન શોમાં તેમને અેવોર્ડ પણ અેનાયત કરવામાં અાવ્યો હતો. નવાઇની વાત અે છે કે અા જ દિવસે દિલ્હી ખાતે પણ મોબીન ખત્રીને ક્રાફ્ટ ડિઝાઇનર અોફ ધ યર (નેક્સ્ટ જનરેશન) અેવોર્ડ પ્રાપ્ત થયો હતો. જ્યાં ડિઝાઇનર મોબીન વતી તેમના પિતા ગનીભાઇ ખત્રી તથા જબ્બાર સાલેમામદ ખત્રીઅે અેવોર્ડ સ્વિકાર્યો હતો. અેક જ દિવસે કચ્છના કોઇ કારીગરને દેશમાં અને વિદેશમાં અેવોર્ડ મળ્યો હોય તેવી ભાગ્યે જ ઘટના બનતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...