આક્ષેપ:લઠ્ઠાકાંડ માટે ડીજીપી જવાબદાર : મુંબઇ સ્થિત કચ્છની સંસ્થાની ફરિયાદ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ લડાયક મંચની દારૂ મુદ્દેે ફરિયાદ છતાં કોઇ પગલા ન લીધાનો આક્ષેપ
  • તપાસ કરી પગલા નહીં લેવાય તો હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરાશે

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 50થી વધુ લોકોના જીવલેનારા લઠ્ઠાકાંડમાં ગુજરાતના પોલિસ મહાનિર્દેશક આશિષ ભાટિયા અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારિયો ખુદ જવાબદાર હોવાથી તેઅોની તપાસના અંતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી લેખિત ફરિયાદ કચ્છ લડાયક મંચે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને કરી છે. રાજ્યમાં દારૂબંધીની નબળી કામગીરી અંગે મંચે લેખિત ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કોઇ પગલા ન ભર્યા હોવાનો અાક્ષેપ કરાયો છે.

અા અંગે મંચના પ્રમુખ રમેશભાઈ જોશીએ જણાવ્યું છે કે રાજ્યના ગામો અને શહેરોમાં દારૂનો વેચાણ થાય છે. માટે આ અંગે તપાસ કરાવી અને દારૂ બનાવનારાઓ તથા વેચનારાઓ અને પરમિટેડ વગર પીનાર વ્યસનીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામા આવે એવી લેખિત ફરિયાદ મંચે રાજ્યના ડીજીપીને મોકલાતી હતી.

છતા પણ આ મામલે ડીજીપીએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હોવાને કારણે આ અંગે મંચે તા. 21-12-21ના સરકારને એક અત્યંત ગંભીર ફરિયાદ આધાર અને પુરાવાઓ સહિત મોકલી હતી. મંચની અા ફરિયાદ સરકારને મળ્યા બાદ અને આ અંગે સરકારે ડીજી આશિષ ભાટિયાને યોગ્યએ સૂચનાઓ આપ્યા બાદ નાયબ પોલિસ અધિક્ષક જયોતિ પંજક પટેલે મંચને તા. 04-01-22 ના એમ જણાવ્યું કે, રાજયના કયાં ગામમાં દારૂ બને છે ?, બનેલો દારૂ વેચાય છે ? અને વેચાયેલા દારૂ પીવાયેલ છે?

એ અંગેનો કોઈ ચોક્કસ સ્થળ અથવા તો વ્યકિતનું નામ મંચે ફરિયાદમાં લખ્યુ નથી. સિવાય ગુજરાત રાજયમાં દેશી દારૂ બનાવવાની, બનાવેલા દારૂ વેચવાના લાયસન્સ આપવાની અંગેની તથા દેશી દારૂના ધંધા માટે નિયમો અને કાયદો જેવા વિષયો પર સરકાર નિર્ણય લે છે. માટે આ અંગે અત્રેથી કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. માટે અા અરજીને દફતરે દાખલ કરવામાં અાવી હતી. મંચને આ જવાબો પોલીસ મહાનિર્દેશકના હુકમ થકી આપવામાં અાવ્યો હતો.

અા પત્ર મળ્યા બાદ મંચે લેખિતમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં દારૂના વેપલા અંગે પોલીસને પૂરેપૂરી ખબર હોવા છતા પણ આ દારૂ થકી પોલીસને અને ગુજરાતના સત્તાધીશોને દરમહિને કરોડો રૂપિયાની લાંચ મળે છે. ગુજરાતમાં દારૂ બંધીની અમલવારી ન થતા વરસે દહાડે વ્યસનીઓ મરણ પામે છે. અને એના માટે પોલિસ જવાબદાર છે. છતાં પણ સરકારની અને પોલીસની આંખ ખુલી ન હતી.

અને હવે લઠ્ઠાકાંડ થકી લોકોના મોત થયા છે. મંચના પત્રની એક નકલ મુખ્યમંત્રીને પણ મોકલાવ્યા બાદ આ અંગે કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવામા આવે એવી લેખિત સૂચના મુખ્યમંત્રીની કચેરીએ ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવને આપેલી હતી. છતા પણ દારૂના દાનવનું પોલીસે દહન કર્યું ન હતું. જેથી આ લઠ્ઠાકાં માટે ગુજરાતના પોલીસવડાને જવાબદાર લેખી અને એમની વિરૂધ્ધ સરકાર જો કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી કરે તો આ મામલે હાઈકોર્ટમાં પીઅાઇઅેલ દાખલ કરી દાદ માગશે એવી ચિમકી મંચે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...