સમસ્યા:લાલા-બુડિયાને જોડતા માર્ગ પર પુલિયાના અભાવે ચોમાસામાં હાલાકી

જખૌ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2013થી લેખિત-મૌખિક રજૂઆતો છતાં ઉકેલ ન આવ્યો

અબડાસા તાલુકાના લાલાને બુડિયાથી જોડતા માર્ગમાં બે સ્થળોઅે પુલિયા બનાવવા 2013થી અનેક વખત રજૂઅાતો કરાઇ છતાં કોઇ ઉકેલ ન અાવતાં ચોમાસાની સીઝનમાં લોકોને કમર સુધીના પાણીમાંથી પસાર થવાની નોબત અાવે છે.અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તાર સાથે સંકળાયેલા અને લાલા ગ્રામપંચાયતની હદ વિસ્તારમાં આવતો બુડિયાનો રોડ જે લાલાને બુડિયાથી જોડે છે. ગામના લોકો માટે એકમાત્ર રોડ હોવાથી વાહનો અા માર્ગે પસાર થયા છે. અા માર્ગે પુલ બનાવવામાં ન આવતાં ભારે વરસાદમાં અા ગામોનો તાલુકા મથક નલિયા સાથેનો સંપર્ક તુટી જાય છે.

ચૂંટણી સમયે નેતાઓ દ્વારા ઠાલા આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે પણ રોડમાં પૂલિયાની કામગીરી હાથ ધરવામાં ન અાવતાં દર ચોમાસે લોકોને મુશ્કેલી પડે છે અને જીવના જોખમે અા માર્ગ પરથી પસાર થવા માટે લોકો મજબૂર બને છે. ગામના અગ્રણી મિંયા અલીભાઈએ જણાવ્યું હતું કે, 2013માં અા રોડ બનાવવામાં આવ્યો છે ત્યારથી અા માર્ગ પર પુલિયા બનાવવા માટે તંત્ર સમક્ષ અને રાજકીય અગ્રણીઅો સમક્ષ લેખિત-માૈખિક રજૂઅાતો કરવામાં અાવી હોવા છતાં અા સમસ્યાનો અંત અાવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...