જાય તો જાય ક્યાં, કરે તો કરે શું:નવી લાઈનો પાથરી છતાં સફાઈ, ગટરની સમસ્યા ઉકેલવામાં પાલિકા સદંતર નિષ્ફળ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા 6 વર્ષથી અેક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ
  • શહેર સુધરાઇએ અત્યાધુનિક મશીનો પણ અજમાવ્યા છતાં ધાર્યું પરિણામ ન મળ્યું

ભુજ શહેરમાં છેલ્લા 6 વર્ષથી સફાઈ અને ગટરની સમસ્યા ઉકેલવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે, જેમાં ગટર સમસ્યામાં તો નવી લાઈનો પાથરવાથી લઈને અત્યાધુનિક મશીન અજમાવ્યા છતાં અેક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિઅે અધિકારીઅો અને પદાધિકારીઅોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે.2001ની 26મી જાન્યુઅારીના ભૂકંપે ભુજને જમીનદોસ્ત કર્યા બાદ પુન:વસનની કામગીરી થઈ છે, જેમાં ભુજ શહેર 6 કિ.મી.ના ઘેરાવામાંથી સીધો 56 કિ.મી.ના ઘેરાવામાં ફેલાઈ ગયો.

જેની ગટરની લાઈનો પાથરવામાં બે ત્રણ દાયકા દરમિયાન વિસ્તરતા અને વિકસતા શહેરની દીર્ઘદૃષ્ટિ રખાઈ ન હતી, જેથી ક્ષમતાથી વધારે ભારણ વધ્યા બાદ નગરપાલિકા જવાબદારી વહન કરવામાં વામણી પુરવાર થઈ ગઈ. જોકે, જેટલા પણ પદાધિકારીઅો અાવ્યા અેમણે બનતા પ્રયાસ કર્યા. નવી લાઈન પાથરવાથી લઈને અત્યાધુનિક મશીનરીથી કામગીરી પાર પાડવા મથ્યા પણ કોઈને સફળતા મળી નહીં.

બીજી તરફ શહેરની સફાઈમાં ઠેકેદાર ઉપર અંકુશ રહ્યો નહીં, જેથી શહેરની સફાઈમાં પણ અપયશ સિવાય કાંઈ મળ્યો નથી. અે દરમિયાન કેટલાક જૂના કર્મચારીઅો સલાહ સૂચનો અાપી સમગ્ર કાર્યવાહીની દિશા પણ બદલવાના પ્રયાસ કરતા રહ્યા. જેમને પણ સાંભળવામાં અાવ્યા. પરંતુ, ક્યાં ભૂકંપ પહેલાનો 6 કિ.મી.ના ઘેરાવામાં ફેલાયેલું શહેર અને ક્યાં 56 કિ.મી.ના ઘેરાવામાં વિસ્તરી ગયેલું શહેર. તોય અધિકારીઅો અને પદાધિકારીઅોને અેમને પણ સાંભળવાનું હકારાત્મક વલણ અપનાવ્યું હતું.

સફાઈના ટેન્ડર હવે ખૂલશે, ગટરની સમસ્યા માનવસર્જિતની દહેશત : કારોબારી ચેરમેન
કારોબારી ચેરમેન જગત વ્યાસને સફાઈ અને ગટરની વણઉકેલાયેલી સમસ્યા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સફાઈના ટેન્ડર મંગાવ્યા હતા. કેટલા અાવ્યા છે અે જાણ્યા બાદ હવે ખૂલશે. બાકી ગટરની સમસ્યા માનવસર્જિત હોય અેવું જણાઈ રહ્યું છે. કેમ કે, ભુજ નગરપાલિકાઅે અેકેય પ્રયાસ અને અેકેય વિકલ્પ બાકી રાખ્યો નથી. અાગમી સમયમાં હવે અે દિશામાં નક્કર કાર્યવાહી કરશું.

બંને સમસ્યા ઉકેલવા કારોબારી સમિતિમાં થશે મંથન
અાગામી કારોબારી સમિતિમાં સફાઈ અને ગટરની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળતાના કારણો, તારણો કાઢવા મંથન થશે. અેવું સૂત્રોઅે જણાવ્યું હતું.

અંદરોઅંદરની લડાઈની અટકળો
કેટલાક જાણકાર સૂત્રોઅે જણાવ્યું હતું કે, શાસક પક્ષમાં પણ અેક જણ યશ લઈ ન જાય અે માટે અવરોધ ઊભા કરવામાં અાવતા હોય છે. અેવી જ રીતે કર્મચારીઅો પણ અેવા જ હેતુથી અવરોધો સર્જતા હોય અેવું પ્રાથમિક દૃષ્ટિઅે જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...