વિધાનસભા સીટ પર દાવેદારી:2017ની ધારાસભાની ચૂંટણીમાં ઉભેલા 80માંથી 68 ઉમેદવારોની ડિપોઝિટ થઇ હતી જપ્ત

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની છ વિધાનસભા સીટ પર માત્ર 9 મહિલાએ દાવેદારી નોંધાવી હતી
  • 30 ઉમેદવારોના ફોર્મ રદ તો 33એ ફોર્મ પરત ખેંચી ‘પોતાનો ખેલ’ પાડ્યો હતો

રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કચ્છનો સમાવેશ કરવામાં અાવ્યો છે. દેશના સાૈથીમોટા જિલ્લા કચ્છમાં છ વિધાસભા સીટ પર મુખ્યપક્ષોની સાથે અપક્ષો પણ ઝંપલાવશે. ગત વિધાનસભાની વાત કરવામાં અાવે તો વર્ષ 2017માં કુલ 143 ઉમેદવારોઅે ફોર્મ ભર્યા હતાં. જેમાંથી ચૂંટણી તો માત્ર 80 ઉમેદવારોઅે જ લડી હતી. બાકીના ઉમેદવારોઅે ફોર્મ પરત ખેંચી લીધા હતા કે પછી રદ થયા હતાં.

કુલ 143 ફોર્મ ફરનારાઅોમાંથી મહિલાઅો માત્ર 16 હતી. વહીવટી તંત્ર દ્વારા ચકાસણી બાદ બે મહિલાઅો સહિત કુલ 30 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં અાવ્યા હતાં. તો 5 મહિલાઅો સહિત 33 ઉમેદવારોઅે ચૂંટણી પહેલા જ ફોર્મ પરત ખેંચી લીધા હતા ! જેના પગલે ચૂંટણીમાં 9 મહિલા સહિત 80 ઉમેદવારો ઉતર્યા હતાં. ચોંકાવનારી વાત અે છે કે અામાંથી 85 ટકા અેટલે કે 68 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ હતી ! ડિપોઝિટ જપ્ત થવામાં 6 મહિલા ઉમેદવારોનો સમાવેશ થતો હતો.

સાૈથી વધુ લીડ ભાજપને ગાંધીધામ બેઠક પર મળી
2017ની ચૂંટણીમાં સાૈથી વધુ લીડ ગાંધીધામમાં ભાજપને 20,270 મતોની મળી હતી. જ્યારે અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 9746 મતોની લીડ, માંડવીમાં ભાજપના ઉમેદવારને 9046 મતોની લીડ, ભુજમાં ભાજપના ઉમેદવારને 14022 મતોની લીડ, અંજારમાં ભાજપના ઉમેદવારને 11313 મતોની લીડ અને રાપરમાં કોંગ્રેસના ઉમેદવારને 15209 મતોની લીડ મળી હતી.

વિધાસભા પ્રમાણે ઉમેદવારોનું ચિત્ર

વિધાનસભાફોર્મ ભરનારારદ થયાપાછા ખેંચ્યાચૂંટણી લડનારાડિપોઝિટ જપ્ત
અબડાસા1843119
માંડવી24251715
ભુજ326131311
અંજાર26681210
ગાંધીધામ20421412
રાપર23821311

સાૈથી વધારે મતદાન માંડવીમાં 71 ટકા થયું હતું

ગત વિધાનસભાની ચૂંટણીમાં સાૈથી વધારે મતદાન માંડવી સીટ પર 71.16 ટકા થયું હતું. જ્યારે અબડાસા બેઠક પર 67.15 ટકા, ભુજ સીટ પર 66.71 ટકા, અંજાર સીટ પર 68.08 ટકા, જ્યારે સાૈથી અોછુ મતદાન ગાંધીધામ સીટ પર 54.54 ટકા થયું હતું.

અન્ય સમાચારો પણ છે...