સફાઈનો અભાવ:ST બસોમાં સફાઈ ન જણાઈ તો DM સામે ખાતાકીય કાર્યવાહી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અચાનક ચકાસણીને બદલે અગાઉથી તારીખ આપી જાણ કરી દેવાઈ
  • નિગમની મધ્યસ્થ કચેરીએથી મુખ્ય યાંત્રિક ઈજનેરની સ્પષ્ટ વાત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીના મુખ્ય યાંત્રિક ઈજનેરે 3જી નવેમ્બરે ભુજ વિભાગીય નિયામક સહિત તમામ વિભાગોને પત્ર લખી તાકિદ કરી હતી કે, 7મી નવેમ્બરથી અેસ.ટી. બસોની ચકાસણી શરૂ કરવામાં અાવશે. સફાઈનો અભાવ જોવા મળશે તો વિભાગના ડેપો મેનેજર અને વિભાગીય યાંત્રિક ઈજનેરની જવાબદારી નક્કી કરી ખાતાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેની ગંભીર નોંધ લેવી.

નિગમની મધ્યસ્થ કચેરીના જુદા જુદા ખાતાઅો મારફતે અામ તો કોઈને કોઈ સૂચનાઅો અવારનવાર બહાર પડતી હોય છે. પરંતુ, અેનું પાલન થતું નથી. જોકે, યાંત્રિક ખાતાઅે વધુ કડકાઈથી જણાવ્યું હતું કે, નિગમની બસો અંદર અને બહારની સફાઈ કરવા માટે અવાર નવાર બેઠકોમાં સૂચના અપાઈ છે. અામ છતાં પાલન થતું નથી. વિભાગોને બસની સફાઈ માટે ખર્ચ કરવાની પણ સત્તાઅો અપાઈ છે.

અામ છતાં વિભાગીય યાંત્રિક ઈજનેર અને ડેપો કક્ષાઅે ડેપો મેનેજર ઉપરાંત સુપરવાઈઝર સ્ટાફ અસરકારક મોનિટરિંગ ન કરવાના કારણે સંચાલન દરમિયાન ચકાસણ કરતા સફાઈનો અભાવ જોવા મળ્યો છે. તમામ વાહનના બારીના કાચ, પીપિંગ વિન્ડો, અાગળનો કાચ, બોડી બેક કાચને ક્લિનિંગ અેજન્ટથી સફાઈ કરાવવાની રહેશે.

સીટોને પણ વોશિંગ કરવાની કામગીરી અચૂક કરાવી ડેપો લેવલે હેડ મિકેનિક, વી.ઈ. દ્વારા ચકાસણી કરીને જ વાહન સંચાલનમાં મૂકવાના રહેશે. જેની જાણ તમામે કરી દેવી. નહીંતર 7મી નવેમ્બર પછી શરૂ થનારી ચકાસણી દરમિયાન અનિયમિતતા જોવા મળશે તો વિભાગના ડેપો મેનેજર, વિભાગીય યાંત્રિક ઈજનેરની જવાબદારી નક્કી કરી ખાતાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, ચકાસણીની તારીખ અાપવા કરતા અચાનક ચકાસણી થવી જોઈઅે, જેથી હકીકત સામે અાવી જાય.

અન્ય સમાચારો પણ છે...