કલેક્ટર સમક્ષ રજૂઆત:ખાવડાની નાયબ મામલતદાર કચેરીમાં સોગંદનામાની સત્તા પરત આપવા માંગ

ખાવડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના મહિલા સભ્યે કલેક્ટર સમક્ષ કરી રજૂઆત

ખાવડામાં આવેલી આ વિસ્તારની એકમાત્ર સિનિયર નાયબ મામલતદાર કચેરીમાં થતી રેવેન્યુ, રેશનિંગ, સોગંદનામા જેવી કામગીરી થતી હતી પણ છેલ્લા કેટલાક વર્ષોથી સોગંદનામા જેવી મહત્વની કામગીરી ઉપલી કક્ષાએથી બંધ કરી દેવાતાં લોકોની મુશ્કેલીઓ માં વધારો થઇ ગયો છે. આ સુવિધા પુન: શરૂ કરવા કલેક્ટર સમક્ષ માગ કરાઇ છે.

ભૂકંપ બાદ કચેરીનું આધુનિક સગવડો ઉભી થઇ શકે તેવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું. સિનિયર નાયબ મામલતદાર સાથે ઇન્ટેલિજન્સ બ્યુરો સ્ટેટની કચેરી તેમજ પેટા તિજોરી કચેરી ચાલતી હતી. સોગંદનામા જેવી મહત્વ ની કામગીરી પણ અહી થતી હતી. પરંતુ વર્ષ 2010ની આસપાસ એકાએક ટ્રેઝરી ઓફીસને બંધ કરી ભુજ ખસેડી લેવાતાં લોકો ને 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર લેવા માટે ભુજ સુધી લાંબા થવું પડે છે. લોકોને આ આશીર્વાદ રૂપી સિનિયર નાયબ મામલતદારની સતાઓ છીનવાઈ જતા મુશ્કેલીઓ પેદા થઇ છે.

સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને બ્રોડબેન્ડ કનેક્શન આપવા માટે દરેક ગ્રામ પંચાયતમાં સેંકડો કિલોમીટરથી ઓ.એફ.સી.કેબલ જોડાણ કરી નેટ થી સજ્જ કરવામાં આવી રહી છે એજ ગ્રામ પંચાયતોના લોકોની કામગીરીના કરોડરજ્જુ સમાન આ સિનિયર નાયબ મામલતદારની કચેરી ધૂળ ખાય છે તેમ જણાવતાં જિલ્લા પંચાયતના સદસ્ય સમા મરીયાબાઇ રસીદે યોગ્ય પગલા ભરવાનીમાગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...