કચ્છ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની મોટા ભાગની શાળામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેમાં કચ્છ જિલ્લાના ટેટ અને ટાટ પાસ શિક્ષકોની ભરતી કરવાની દરખાસ્તનો ઠરાવ કરવા જિલ્લા પંચાયતમાં ટેટ અને ટાટ ગ્રૂપે રજુઆત કરી હતી.
ગ્રૂપે જિલ્લા પંચાયતા પ્રમુખ પારુલ કારા પાસે રજુઆતમાં જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ તાલુકામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય ભાસી રહ્યું છે. કચ્છ જિલ્લામાં મોટા ભાગે અન્ય જિલ્લાના ઉમેદવારો ભરતીથી આવતા હોય છે અને થોડાક સમય પછી એમને મનગમતું સ્થળ મળી જતાં તેઓ પોતાના જિલ્લામાં બદલી કરાવી જતા રહે છે, જેથી ઘટની સ્થિતિ યથાવત રહે છે. જેનો અેક માત્ર કચ્છ જિલ્લાના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને અગ્રતાક્રમ આપી સ્થાનિકેથી ભરતી કરવામાં આવે.
જે માટે જિલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકાર પાસે દરખાસ્ત કરતો ઠરાવ કરવામાં આવે. રજુઆતમાં પ્રમુખ તખતસિંહ સોઢા, મંત્રી કિશોર હેડાઉ, માર્ગદર્શક વનરાજસિંહ જાડેજા સહિતના જોડાયા હતા. અેવું અખબારી યાદીમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.