રજૂઆત:ભુજમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે સીસી રોડની માંગ

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપટ નાકા બહાર પોલીસ હેડ ક્વાર્ટર નજીક સમસ્યા

બે વર્ષથી રજૂઆત કર્યા પછી પણ માંગ ન સંતોષાતા ભુજમાં નિવૃત્ત એ.એસ.આઇ.એ પોલીસ વડાને પત્ર લખી ન્યાય મળે તે રજૂઆત કરી હતી. સરપટ નાકા બહાર પોલીસ હેડ ક્વાર્ટર નજીક ગોલાઈ પર આગળ સિમેન્ટ રોડ બનતા લેવલ નીચું થતા પાણી ભરાય છે. જેને કારણે ખાડા જેવું થઈ ગયું છે.

છ મહિના અગાઉ અરજદાર રમજુભાઈ ભટ્ટીએ નગર પાલિકાને અહી યોગ્ય કરવા જણાવ્યું હતું, પરંતુ દાદ મળી ન હતી.તેમણે જણાવ્યું હતું કે, સુધરાઈના અધિકારીએ એવું જણાવ્યું હતું કે, તેમણે કેનાલ સાફ કરી હતી, જે તમારા પોલીસ વિભાગે જ પૂરી નાખી છે. પોલીસ વડાને જાણ કરવાનું કહેતા અરજદારે એસ.પી.ને લેખિત રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં આવેલા પોલીસ સી લાઈન, આશાપુરા નગર, પઠાણ ફળિયા, શાંતિ નગર વગેરેના રહેવાસીઓને મુશ્કેલી પડે છે.

અન્ય સમાચારો પણ છે...