અકસ્માત:હમીરપર પાસે દિયરે બાઇકને બ્રેક મારી,નીચે પટકાયેલા ભાભીની જિંદગી પર બ્રેક લાગી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જંગી-વાંઢીયા રોડ પર વચ્ચે પથ્થર આવતાં બાઇક સ્લીપ થતાં એકનું મોત નિપજ્યું

વાગડ વિસ્તારમાં બે માર્ગ અકસ્માતમાં રસ્તા વચ્ચે પડેલા પથ્થર મોતનું કારણ બન્યા હતા. રાપર તાલુકાના નાંદેલાવાંઢ અને નાની હમીરપર વચ્ચે રસ્તામાં પથ્થર આવતાં બાઇક ચાલક દિયરે અચાનક બ્રેક મારતાં પાછળ સવાર ભાભી પડી જતાં તેમની જીંદગીને બ્રેક લાગી ગયો હતો, તો જંગી-વાંઢીયા રોડ પર રસ્તા વચ્ચે આવેલા પથ્થરને કારણે બાઇક ચાલકે કાબુ ગુમાવતાં નીચે પટકાયેલા પ્રૌઢનું મોત નિપજ્યું હોવાની ઘટના બની છે

રસ્તામાં પથ્થર આવતાં અચાનક બ્રેક મારી
નાની હમીરપરની નાંદેલાવાંઢમાં રહેતા 35 વર્ષીય ખેડૂત રતનભાઇ ગોવિંદભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.2/4 ના રોજ સવારે તેમના કાકાઇ ભાઇ દલસુખભાઇ ખીમાભાઇ પરમાર ભાભી પ્રવિણાબેન સાથે બાઇક પર પ્રાગપર જવા નીકળ્યા ત્યારે નાંદેલાવાંઢ અને નાની હમીરપર વચ્ચે રસ્તામાં પથ્થર આવતાં દલસુખભાઇએ અચાનક બ્રેક મારતાં પાછળ સવાર પ્રવીણાબેન નીચે પટકાતાં માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતાં 108 મારફત રાપર સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા.

પ્રવીણાબેનના મોતથી ત્રણ સંતાનો અનાથ
સારવાર નસીબ થાય તે પહેલાં જ મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. ભાઇના પુત્રના​લગ્નપ્રસ઼ગે પહોંચે તે પહેલાં જ આવી ઘટના બનતાં પરિવારમાં માતમ છવાયો હતો. પ્રવીણાબેનના મોતને કારણે ત્રણ સંતાનોએ માતા ગુમાવી છે. હાલ દલસુખભાઇ વિરૂધ્ધ રતનભાઇએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ મથકે બાઇક ચાલક ધર્મેશ વિરૂધ્ધ ફરિયાદ
​​​​​​​
તો, ભચાઉ તાલુકાના જંગી રહેતા 45 વર્ષીય રમેશભાઇ કરમશીભાઇ લુહાર અને સામખિયાળી રહેતા ધર્મેશ મણીલાલ લુહાર બાઇક પર જંગીથી સુથારીકામ અર્થે વાંઢીયા જઇ રહ્યા હતા તે દરમિયાન જંગી-વાંઢીયા રોડ પર રસ્તા વચ્ચે પડેલા પથ્થરને કારણે બાઇક સ્લીપ થતાં પાછળ સવાર 45 વર્ષીય રમેશભાઇ કરમશીભાઇ લુહારનું મોત નિપજ્યું હતું. મૃતકના મોટાભાઇ રસિકભાઇ કરમશીભાઇ લુહારે સામખિયાળી પોલીસ મથકે બાઇક ચાલક ધર્મેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...