ભુજના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં 1000 મેટ્રીક ટનની ક્ષમતાવાળા વેરહાઉસનું લોકાર્પણ અને બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયા હતા. લોકાર્પણ કરતાં અધ્યક્ષસ્થાનેથી બોલતા કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે આ વેરહાઉસના નિર્માણ થવાથી ખેડૂતો તથા વેપારી ભઇાઓ માસિક ગુણી દીઠ રૂા. 5ના ભાડાથી માલ રાખી શકશે, જે તેમના માટે રાહતરૂપ બની રહેશે.
6000 ચો. ફૂટના અને અદ્યતન ડિઝાઇન ધરાવતા આ વેરહાઉસમાં અંદાજીત 20 હજાર ગુણીનો સંગ્રહ થઇ શકશે. તમામ જથ્થો એપીએમસીની નજર હેઠળ સુરક્ષિત રહેશે. શાકભાજી વિભાગમાં પેવર બ્લોકનું કામ નગરપાલિકાના સહયોગથી કરવામાં આવશે. જે તે વિભાગની વ્યવસ્થામાં ખુબ જ ઉપયોગી થશે.
નગરપાલિકાના સહયોગ બદલ પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર તથા કાઉન્સિલર અશોકભાઇ પટેલનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી વાઘેલા, તથા જિલ્લા રજીસ્ટ્રારના પ્રતિનિધિ મોતીલાલ પરમાર, એન્જીનીયર નરેશ જોષી, કોન્ટ્રાકટર યુવરાજસિંહ, વેપારી બંસીલાલ પટેલનું પણ સન્માનીત કરાયા હતા.
વા. ચેરમેન જીગ્નેશભાઇ શાહ, બાંધકામ સમિતિના ચેરમેન શંભુભાઇ જરૂ, સદસ્ય ભીમજીભાઇ જોધાણી, નારણભાઇ ડાંગર, વાલાભાઇ ડાંગર, હરિભાઇ ડાંગર, જયેશભાઇ ભાનુશાલી, નવીનભાઇ ગણાત્રા, અજીતભાઇ ઠક્કર, સામજીભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા. સ્વગત પ્રવચન તેમજ આભારવિધિ સેક્રેટરી એસ.એસ. બરારિયાએ તથા વ્યવસ્થા આસી. સેક્રેટરી સમીર ગોર, એકા. રમેશ આહીર, ઇન્સ્પે. નવીનસિંહ જાડેજા, સુરેશ સાધુ વગેરેએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.