• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Decades Later, The Bhujodi Overbridge Will Be Inaugurated Today, But The Leaders Of The Ruling Party Will Shout Instead Of Being Ashamed!

ગતિશીલ ગુજરાત!:દાયકા બાદ ભુજોડી ઓવરબ્રિજનું આજે લોકાર્પણ, તેમ છતાં સત્તાપક્ષના નેતાઓ લાજવાના બદલે ગાજશે !

ભુજએક મહિનો પહેલાલેખક: રોનક ગજ્જર
  • કૉપી લિંક
  • 1.5 કિલોમીટરરનો ઓવરબ્રિજ બનાવતા સરકારને દાયકો લાગ્યો

પૂર્વ અને પશ્ચિમ કચ્છને જોડતી કડી અને સતત ધમધમતા ભુજ-ભચાઉ ધોરીમાર્ગનો પ્રોજેક્ટ ૨૦૧૨થી લટક્યા બાદ ૨ જૂનના આજે બહુચર્ચિત અને ટ્રાફિકજામના હોટસ્પોટ એવા ભુજોડી ઓવરબ્રિજનું લોકાર્પણ થશે,ત્યારે ખરેખર સરકારની ઉપલબ્ધી ગણાવવાની જગ્યાએ રાજનેતાઓએ માફી મંગાવી જોઈએ કે દરરોજ લોકો ટ્રાફિકજામમાં પીસાયા,લાખો રૂપિયાનું ઇંધણ અને સમય વ્યય થયો અને અંતે બ્રિજ બન્યો.

ભુજોડી ખાતે ૧.૫ કિ.મી લંબાઇના ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજ રાજ્યમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત પેરામેશ વોલથી બનેલો સૌથી લાંબો અને ઊંચો રેલવે ઓવરબ્રિજ છે. આ બ્રિજના લોકાપર્ણથી જિલ્લાના ૭ લાખથી વધુ લોકોને લાભ થશે તેવું સરકારનું કહેવું છે.હકીકતમાં આ ઓવરબ્રિજ બનતા દાયકો નીકળી ગયો.

ભૂતકાળમાં નજર કરીયે તો 2012માં ભુજ-ભચાઉ ધોરીમાર્ગ એક્સ્ટેંશન અને બે ઓવરબ્રિજનું કામ શરુ કરાયું હતું.વર્ષ 2015 સુધી માર્ગનું કામ તો લગભગ પતી ગયું પણ ભુજોડી અને ભચાઉના રેલવે ઓવરબ્રિજનું કામ જમીન પર જ રહ્યું હતું.દરરોજ હજારો લોકો સરકારની બિનકાર્યકૂશળ કાર્યશૈલીથી દુઃખી થયા હતા.

ભુજથી ભચાઉ 77 કિલોમીટર લાંબા ધોરીમાર્ગ માંથી 29 કિ.મી નો રસ્તો ફોરલેન બનાવીને 48 કિ.મી રસ્તાને દ્વીમાર્ગીય સ્તરે સુધારવા અને પહોળો કરવાની કામગીરી 2012માં શરુ કરાઈ હતી.ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લીમીટેડ હસ્તક આ પ્રોજેક્ટ વાલેચા ગ્રુપને અપાયો હતો.

256.94 કરોડની માતબર રકમથી દોડતો થયેલો પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં જ નાણાંના અભાવે ઉભો રહી ગયો.તેના બે વર્ષ બાદ ફરી વર્ષ 2017ના ઑગસ્ટમાં નાયબ મુખ્યમંત્રીએ વધુ 74 કરોડ ફાળવી પ્રોજેક્ટમાં પ્રાણ પૂરતા પ્રોજેક્ટ 330.94 કરોડે પહોંચી ગતિશીલ ગુજરાતમાં ફરી ચાલતો થયો,પણ લોકો દરરોજ ઉભા રહ્યા હતા.કાચબા ગતિએ ચાલતા પ્રોજેક્ટ મુદ્દે કચ્છના લોકોમાં રાજનેતા અને સરકાર પ્રત્યે ભારોભાર આક્રોશ આજે પણ યથાવત છે,કારણ કે ઓવરબ્રિજ તો બની ગયો ત્યાં સુધી ભુજ-ભચાઉ ધોરીમાર્ગ થિગડથાગડ થઇ ગયો છે.

ક્યા ક્યા વિવાદમાં પ્રોજેક્ટ ફસાયો ?
ભુજોડી પ્રોજેક્ટની શરૂઆત જ વિવાદોથી થઇ હતી.પ્રથમ વર્ષમાં વનવિભાગની મંજૂરી,ત્યારબાદ રેલવેની મંજૂરી અને વર્ષ 2015થી નાણાંના અભાવે આ કામ લટકી પડ્યું હતું.વર્ષ 2017માં ઓગસ્ટ મહિનામાં સરકારે વિધાનસભાં ચૂંટણી પૂર્વે નાણાં ફાળવ્યા અંતમાં ડિઝાઇનમાં ભૂલ નીકળતા બ્રેક લાગી હતી અને અંતે ડિઝાઇન બદલવી પડી હતી.

બબ્બે વિધાનસભા અને બબ્બે લોકસભાના વાયદા, મળી લોલીપોપ
વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭ ની વિધાનસભાની અને વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૯ની લોકસભામાં ભુજોડી જિલ્લાનો મુખ્ય મુદ્દો રહ્યો પણ કામગીરી ન થઇ. હવે ૨૦૨૨ની ચૂંટણી પહેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવો પડ્યો.

ડેડલાઈન ઉપર ડેડલાઇનમાં પ્રોજેક્ટ જીવતો ગયો
વર્ષ 2012માં શરુ થયેલ પ્રોજેક્ટની ડેડલાઈન 30 સપ્ટેમ્બર 2013 રાખવામાં આવી હતી. જો કે સમયસર કામ ન પૂરું થતા અને અનેક મંજૂરી થકી અટકતા નવી ડેડલાઈન 31 ડીસેમ્બર 2015 અપાઈ હતી. જ્યાં સુધી માર્ગનું લગભગ કામ થઇ ગયું પણ બંને ઓવરબ્રિજ અધૂરા રહી ગયારીથી ડિસેમ્બર 2018માં ત્રણ વર્ષ બાદ અંતે કામ શરુ થયું અને અટક્યું અને અંતે કોરોના વચ્ચે સરકારે કામમાં પ્રગતિ લાવી વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલા કામ પૂર્ણ કરાયું.

ભાસ્કર અગ્રેસર ! 2012માં ભાસ્કરે કહ્યું હતું બે ટોલગેટ બનશે, 2019માં ડિઝાઇન ભૂલ ન્યૂઝ બ્રેક કર્યા
દિવ્યભાસ્કર સદૈવ આ મુદ્દે અગ્રેસર રહ્યું હતું. ભાસ્કરે વર્ષ ૨૦૧૨માં લાખોંદ અને શિકાર પાસે ટોલગેટ બનશે તે હેડીંગથી સમાચારથી આ પ્રોજેક્ટ મુદ્દે સૌ પહેલા અવગત કર્યા હતા.૨૦૧૫માં ૧૩ ટકા કામ બાકી થયા બાદ ત્રણ વર્ષ પ્રોજેક્ટ અટક્યો ત્યારે તત્કાલીન મંત્રી નીતિનભાઈ પટેલને પ્રશ્ન પૂછી લોકોને હકીકતથી વાકેફ કર્યા અને અંતે ૨૦૧૯માં ડિઝાઇનમાં ભૂલ હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા ખળભળાટ મચી ગયો હતો અને અંતે આરસીસીની જગ્યાએ પેરામેશ વોલ સાથે આ ઓવરબ્રિજ પૂર્ણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...