ચર્ચાએ જોર પકડ્યું:પાલિકાના ભંગારમાં રાખેલા જુના જનરેટરની નગરસેવકે ઉઠાંતરી કર્યાની ચર્ચાએ જોર પકડ્યું

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘વા વાયો ને નળિયું ખસ્યું, અે જોઈ કૂતરું ભસ્યું, કોઈઅે કીધું મેં ડિઠો ચોર’ જેવો તાલ

ભુજ નગરપાલિકામાં નળ વાટે પાણી વિતરણ શાખાઅે ભંગારમાં કાઢવા માટે જૂના જનરેટર રાખ્યા હતા. જે નગરસેવકની નજરે ચડ્યા હતા, જેથી રાતોરાત ઉઠાંતરી કરી ગયાની ચર્ચાઅે જોર પકડ્યું છે. અલબત્ત, સંબંધિત શાખાના વડાઅોઅે અેવી કોઈ ઘટના ન બની હોવાનું જણાવ્યું હતું. પરંતુ, કર્મચારીઅોમાં અફવાનું બજાર ગરમ રહ્યું હતું.

શાળા કોલેજમાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઅોને અખાના છપ્પા ભણવામાં અાવતા હોય છે, જેમાં વા વાયો ને નળિયું ખસ્યું, અે જોઈ કૂતરું ભસ્યું, કોઈઅે કીધું મેં ડિઠો ચોર. અે છપ્પો બહુ પ્રચલિત છે. ભુજ નગરપાલિકામાં અખાના અે છપ્પા જેવો તાલ અવારનવાર થતો હોય છે. જે ક્યારેક હકીકત હોય છે અને ક્યારેક અફવા પણ હોય છે. જોકે, અફવા છે કે, હકીકત અે નક્કી કરવું કઠીન હોય છે. કેમ કે, સત્તાવાર સમર્થન ન મળવાથી અફવામાં ગણતરી થઈ જતી હોય છે.

તાજેતરમાં વોટર સપ્લાય બ્રાન્ચે ભંગાર માટે કાઢેલા જૂના જનરેટર અેક નગરસેવક ઉપાડી ગયાની ચર્ચાઅે જોર પકડ્યું છે. જોકે, દિવ્ય ભાસ્કરે ભંગાર કાઢવા ટેન્ડરિંગ કરતી શાખાના અધ્યક્ષને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે, પાણી વિતરણ શાખાઅે અાપેલા લીસ્ટમાં જૂના જનરેટરનો ઉલ્લેખ નથી. અેટલે ભંગારમાં કાઢવા રાખેલા જૂના જનરેટર નથી તો ઉપડી કેમ જાય. પાણી વિતરણ શાખાને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, ના, અેવી કોઈ ઘટના બની જ નથી. અામ ક્રોસ ચેકિંગમાં શાખા અધ્યક્ષોઅે સમર્થન અાપ્યું નથી.

જોકે, ભુજ નગરપાલિકાને બદનામ કરવા શાસક, વિપક્ષ ઉપરાંત કર્મચારીઅોમાં ગતિવિધિઅો તેજ રહેતી હોય છે. પરંતુ, સ્ટોર શાખાઅે ખરીદેલા જનરેટર અને અેમાંથી ભંગારમાં કઢાયેલા જનરેટર ઉપરાંત હાથ ઉપર રહેલા જનરેટરની સંખ્યા ચકાસણીને નવડા મળે છે કે નહીં અે ચેક અવશ્ય કરવું જોઈઅે, જેથી નગરસેવકને શંકાના દાયરામાં લઈ તપાસ યોજી શકાય. કેમ કે, ધૂંઅા હૈ તો અાગ ભી હોગીના અનુમાન ઉપર કામ કરવાથી હકીકત જાણી શકાય.

અન્ય સમાચારો પણ છે...