દુર્ઘટના:સુરજબારી પુલ નીચે ભેદી સંજોગોમાં ડૂબી ગયેલા માછીમાર યુવાનનું મૃત્યુ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છમાં બનેલી બે અકસ્માત મોતની ઘટનામાં પાણી નિમિત બન્યું હતું, જેમાં સુરજબારી પાસે માછીમારી કરવા આવેલા પાંચ પૈકી એક યુવાનનું ભેદી સંજોગોમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની, તો કિડાણામાં સવારે 8 વાગ્યે ઘરેથી નિકળેલા 52 વર્ષીય પ્રૌઢે કીડાણાના તળાવમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મોરબીના તાજપર રહેતા 27 વર્ષીય લાભુભાઇ ગેલાભાઇ વાઘેલા તા.2/9 ના રોજ પોતાના ભાણેજ અશોક તથા મુકેશ, ભત્રીજા મહેશ તથા મામાઇ ભાઇ કિરણ સાથે સુરજબારી પુલ નીચે માછીમારી કરવા આવ્યા હતા.

જેમાંથી ચાર જણા માછીમારી માટે અડધો કિલોમીટર પાણીમાં ગયા હતા. અને 21 વર્ષીય કીરણ વીરજીભાઇ વરાણીયા પુલ નીચે બેઠો હતો. માછીમારી કરીને ચારે જણા પરત આવ્યા ત્યારે કીરણનો માવો, રૂ.200 રોકડા અને ચપ્પલ ત્યાં હતા પણ કીરણ ન મળતાં શોધખોળ કરી હતી. બીજા દિવસે તા.3/9 ના સુરજબારી પુલ નીચેથી તેનો મૃતદેહ ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. લાભુભાઇએ મોરબી સરકારી હોસ્પિટલના તબીબને આપેલી વિગતો તેમણે સામખિયાળી પોલીસને જાણ કરતાં આ ઘટનામાં તપાસ પીએસઆઇ એન.કે.ચૌધરીએ હાથ ધરી છે.

તો કિડાણા યોગેશ્વરનગરમાં રહેતા 52 વર્ષીય શીવજીભાઇ હધુભાઇ મહેશ્વરી ગત સવારે 8 વાગ્યે ઘરેથી નિકળ્યા બાદ 9 વાગ્યે કિડાણા તળાવમાંથી તેમનો મૃતદેહ મળ્યો હોવાનું તેમનો મૃતદેહ લઇ આવનાર મૃતકના પુત્ર હીતેષ શિવજીભાઇ મહેશ્વરીએ રામબાગ હોસ્પિટલના તબીબને જાણ કર્યા બાદ આ વાતની જાણ બી-ડિવિઝન પોલીસને કરાતાં પીએસઆઇ એસ.ડી.બારીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં તપાસ પીએસઆઇ એન.કે.ચૌધરીએ હાથ ધરી છે.
તો કિડાણા યોગેશ્વરનગરમાં રહેતા 52 વર્ષીય શીવજીભાઇ હધુભાઇ મહેશ્વરી ગત સવારે 8 વાગ્યે ઘરેથી નિકળ્યા બાદ 9 વાગ્યે કિડાણા તળાવમાંથી તેમનો મૃતદેહ મળ્યો હોવાનું તેમનો મૃતદેહ લઇ આવનાર મૃતકના પુત્ર હીતેષ શિવજીભાઇ મહેશ્વરીએ રામબાગ હોસ્પિટલના તબીબને જાણ કર્યા બાદ આ વાતની જાણ બી-ડિવિઝન પોલીસને કરાતાં પીએસઆઇ એસ.ડી.બારીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

મોટી અરલના ડેમમાં ડૂબવાથી ગેચડાના યુવાનનું મોત
નખત્રાણાના મોટી અરલ ગામે આવેલા ચેક ડેમમાં પાણી ભરવા ગયેલા મુળ ગેચડાના 30 વર્ષીય ખેડૂત રામસિંહ (ગુલાબસિંહ) કરણસિંહ સોઢા નામના યુવાનનો અચાનક પગ સ્લીપ થતાં ડેમના પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને ભુજથી એન.ડી.આર.એફની ટીમને બોલાવી ડૂબી ગયેલા યુવકની શોધખોળ કરી યુવાનની લાશને બહાર કાઢી પીએમ માટે મૃતદેહને નખત્રાણા સરકારી હોસ્પિટલમાં લઇ અવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...