આગોતરી તૈયારી:ધોરડોની આસપાસના તમામ રીસોર્ટ્સના ડેટા સંગ્રહિત કરવામાં આવ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી ફેબ્રુઆરી મહિનામાં કચ્છના સફેદ રણમાં 20 દેશોની આંતરાષ્ટ્રીય G20 સમીટ યોજાશે. ગત ડિસેમ્બર મહિનાથી એક વર્ષ માટે ભારતને G20 નું અધ્યક્ષપદ મળ્યું છે, ત્યારે આ મહત્વની આંતરાષ્ટ્રીય સમિટમાં પ્રવાસન મુદ્દે ચર્ચા માટે સફેદ રણની પસંદગી કરવામાં આવી છે. દેશ વિદેશના વી.વીઆઇપી જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવવાના છે, ત્યારે સુરક્ષા એજન્સીએ પંદર દિવસ અગાઉ જ સફેદ રણ આસપાસ રીસોર્ટ્સ અને અન્ય સંલગ્ન લોકોના ડેટા એકઠા કર્યા છે. આવનાર ડેલિગેટ્સ ન માત્ર રાજ્યના સ્ટેટ ગેસ્ટ છે, દેશના નેશનલ ગેસ્ટ છે. માટે તેમની સુરક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ અહી સબ સલામત રિપોર્ટ આપવો પડશે.

દેશ વિદેશના વી.વીઆઇપી જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવવાના
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વીસ દેશના મહત્વના રાષ્ટ્રીય પદ સંભાળતા અતિ વિશિષ્ટ લોકો ભારતના એક વર્ષ માટે અલગ અલગ જગ્યાએ મહેમાન બનશે. યજમાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસન હેતુથી ચર્ચા સેમિનાર કચ્છના સફેદ રણ પર કળશ ઢોળ્યો છે. તારીખ હજી નક્કી નથી થઈ, પરંતુ આગોતરી તૈયારી ગત મહિનાથી જ શરૂ થઈ ગઈ છે.

સફેદ રણમાં 20 દેશોની આંતરાષ્ટ્રીય G20 સમીટ ​​​​​​​

વીસ દેશમાંથી પ્રતિનિધિ મંડળ આવશે એટલે તેના સિવાય પણ મોટો સ્ટાફ આવશે. જેને લઇને ટેન્ટ સીટી અને તેની આસપાસના છેક હોડકો સુધીના રીસોર્ટ્સમાં કામ કરતા દરેકની વિગત મેળવી છે. તો બીજી તરફ વોચ ટાવર મરમ્મતનું કામ પણ પ્રવાસન વિભાગ કરાવે છે. ભુજ-ભિરંડીયારા વચ્ચે ખસ્તા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ખાડાઓ ઢાંકવામાં આવી રહ્યા છે.

ભારત એક ‘મુખ્ય પ્રવાસન સ્થળ’ મુદ્દે ચર્ચા કરવા 20 દેશો જોડાશે
ફેબ્રુઆરી 2023માં આ સમીટ કચ્છના સફેદ રણ ખાતે યોજાશે જે માટે વિદેશ મંત્રાલય દ્વારા રચાયેલી સેક્રેટરીયેટ ટીમના સાત સભ્યો સ્થળની સમીક્ષા કરવા ગત મહિને કચ્છ આવી ગયા છે. વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા અને ભારત એક ‘મુખ્ય પ્રવાસન સ્થળ’ મુદ્દે ચર્ચા માટે ભારત ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ટર્કી, યુકે તેમજ યુરોપિયન યુનિયન સહિત 20 દેશો જોડાયા છે. દર વર્ષે અલગ અલગ દેશોને આ સમીટની અધ્યક્ષતા પ્રાપ્ત થાય છે. ત્યારે ડિસેમ્બરથી ભારતને આ સમીટની અધ્યક્ષતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...