પાલિકાની કાર્યવાહી:વરસાદની આગાહીથી તળાવશેરીમાં જોખમી જર્જરિત મકાન તોડી પડાયું

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહેવાસીઓની સુરક્ષા માટે રજુઆત બાદ પાલિકાની કાર્યવાહી
  • વરસાદ અને તોફાનમાં ઘર ધરાશાયી થાય એવી શક્યતા હતી

નગરપાલિકાઅે શુક્રવારે નાગરિકોની સુરક્ષા માટે રજુઅાત બાદ વોર્ડ નંબર 6ના તળાવ શેરી રહેણાક વિસ્તારમાં જર્જરિત મકાન તોડી પાડ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં 11મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની ભીતિ છે, જેથી સરકારી તંત્રો સતર્ક થઈ ગયા છે. જે દરમિયાન ભુજ નગરપાલિકાની હદમાં અાવતા વોર્ડ નંબર 6ની તળાવશેરી રહેણાક વિસ્તારમાં જૂનું અને જર્જરિત મકાન ગમે ત્યારે ધરાશાયી થાય અને જાનહાનિ સર્જે અેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી.

જેથી નગરસેવકો હિનાબા ઝાલા, સંજય ઠક્કર, નસીમાબેન પઠાણ અને કારોબારી ચેરમેન જગત વ્યાસ ઉપરાંત સામાજિક કાર્યકર જીતુભા ઝાલાઅે નાગરિકોની રજુઅાત બાદ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરનું ધ્યાન દોર્યું હતું. ઈજનેરો સાથે સ્થળ નિરીક્ષણ બાદ વરસાદમાં મકાન ધરાશાયી થાય અને જાનહાનિ સર્જાય અેવી શક્યતા જણાઈ હતી, જેથી અગમચેતી અને જાનહાનિ ટાળવા મકાન તોડી પાડવા નિર્ણય લેવાયો હતો. નગરપતિઅે મુસીબતના સમયે કંટ્રોલ રૂમના મોબાઈલ નંબર (02832) 222590 ઉપર કોલ કરવા અનુરોધ કર્યાનું કુણાલ ભીંડેઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...