સમસ્યા:આદિપુરમાં ધમધમતા માર્ગનું કામ અધૂરું મૂકી દેવાતા અકસ્માતોનો ભય

આદિપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનોની અવરજવર ધરાવતા માર્ગ પર જગ્યા મૂકી દેવાયા બાદ ડિવાઈડર જ ન બનાવાયા

આદિપુરમાં ધમધમતા માર્ગ પર નવીનીકરણ સમયે ડીવાઈડર માટે જગ્યા ખોદી દેવાયા બાદ ન બનાવીને માર્ગ ખુલ્લો મૂકી દેવાતા અકસ્માતોનો ભય ઊભો થયો છે. આદિપુરમાં વોર્ડ ૧ ના મુખ્ય માર્ગથી દરરોજ અંજાર અને ભુજ જવા સેંકડો વાહનો પસાર થાય છે. આ માર્ગ પરથી નાના વાહનો ઉપરાંત એસટી અને ખાનગી બસો પણ મોટી સંખ્યામાં નીકળે છે.

લાંબી રજૂઆતો બાદ ગત નવેમ્બરમાં આ માર્ગનું નવીનીકરણ થયું હતું, પરંતુ તે સમયે ડીવાઈડર ની જગ્યા ખોદી દેવાયા બાદ અહી ડીવાઈડર બનાવાયા નથી. તો રોડલાઈટ પણ નાખવામાં આવી નથી. આ માર્ગ પર સતત ટ્રાફિકના કારણે ક્યારેક નાના વાહનો આ ખુલ્લી મૂકી દેવાયેલી જગ્યામાં સ્લીપ થઈ જતાં હોવાની ફરિયાદો વધવા પામી છે. ત્યારે પાલિકાતંત્ર હવે આ બાબતે વિચારી આ માર્ગનું અધૂરું મૂકી દેવાયેલું કામ સત્વરે પૂર્ણ કરાવે તે માંગ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...