રોગચાળો:માંડવીમાં 15 દિવસથી ઝાડા, ઉલટીના દૈનિક 80થી 90 દર્દી

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 સપ્તાહમાં 1350 દર્દીઓએ ખાનગી-સરકારી હોસ્પિટલમાં લીધી સારવાર

માંડવીમાં ઝાડા-ઉલટીના દર્દીઅોમાં ઉછાળો અાવ્યો છે અને 15 દિવસથી દૈનિક 80થી 90 લોકો ઝપેટમાં આવતાં 2 સપ્તાહમાં 1350 લોકોએ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી છે અને હજુ પણ હોસ્પિટલો દર્દીઅોથી ઊભરાઈ રહી છે.પાલિકા દ્વારા પાણી ફિલ્ટર કર્યા વગર શહેરમાં વિતરણ કરાતાં હોવાથી અશુદ્વ પાણી તો ક્યાંક ગટર મિક્ષિત પાણી વિતરણ કરવામાં અાવે છે તો વળી અહસ્ય ગરમીના પ્રકોપ અને લગ્ન પ્રસંગે બહારનો ખોરાક માફક ન અાવતાં સહિતના કારણોસર ઝાડા અને ઉલટીના કેસો દૈનિક 80થી 90 અાવે છે.

શહેરમાં છેલ્લા 15 દિવસથી 1350થી વધુ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લીધી હોવાનો ખાનગી હોસ્પિટલના તબીબો જણાવી રહ્યા છે. ઝાડા, ઉલટીના કેસમાં શરીરમાં પાણી ઓછું થતું અટકાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યૂઅેચઅો પ્રમાણિત ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ (અોઅારઅેસ) પાવડર અસરકારક સાબિત થતો હોવાથી મેડિકલ ક્ષેત્રે માંગ વધી રહી છે. વધતી જતી ગરમી વચ્ચે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઅોથી ઊભરાઈ રહી છે. તબીબોના જણાવ્યા મુજબ અાવા દર્દીઅોને ડીએનએસ મેટ્રોજિલ એનએસના બાટલા ચડાવી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...