રાજકારણ:ચૂંટણીમાં ઝંપલાવવા ભાજપના મહત્ત્વાકાંક્ષીઓમાં કાપાકાપી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી જાહેર નથી થઈ પણ ઈચ્છુકો તલપાપડ

ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ સત્તાવાર જાહેર નથી થઈ પણ ભારતીય જનતા પાર્ટીના મહત્ત્વાકાંક્ષીઅો ક્યારથી તલપાપડ થઈ ગયા છે, જેમાં ટિકિટ માંગનારાઅોઅો કાપાકાપી ચરમસીમાઅે પહોંચી ગયાના હેવાલ છે, જેથી પક્ષ દ્વારા સેન્સ લેવાય ત્યારે અને ઉમેદવાર જાહેર થાય ત્યારે શું સ્થિતિ હશે અેની કલ્પના કરી શકાય અેમ છે. ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તા ઉપર છે. વિધાનસભાની ચૂંટણી વખતે કોઈને કોઈ પરિબળોને કારણે કસોકસીની પણ શક્યતાઅો વ્યક્ત થતી હોય છે.

પરંતુ, છેલ્લે ભાજપનું પલડું ભારી રહે છે, જેથી ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડવા માટે ચૂંટણી પહેલા પક્ષમાં જ રસાકસી અને ખેંચતાણનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ, અા વખતે તો મહત્ત્વાકાંક્ષીઅો અને ટિકિટ વાંચ્છુંઅો રીતસરના બળાબળના પારખા ઉપર ઉતરી અાવ્યા હોય અેવો માહોલ સર્જાય છે. ભુજ વિધાનસભાની ચૂંટણીમાં જૈન અથવા લોહાણા સમાજને ટિકિટ મળશે અેવું ગણિત મૂકી ભુજ નગરપાલિકાના પ્રમુખ પોતાને વિધાનસભાની ચૂંટણીના પ્રબળ દાવેદારની અટકળો વહેતી કરાઈ હતી.

પરંતુ, પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી કે વડાપ્રધાનને અેરપોર્ટ ઉપર અાવકારાનો નગરપતિનો અધિકાર જ છિનવાઈ ગયો હતો, જેથી જાતજાતની અટકળો થઈ હતી, જેમાં શરૂઅાતથી જ નગરપતિને ટૂંકા રાખી હરીફાઈમાંથી બાકાત કરી દેવાની રાજરમત રમાયાનું ચર્ચાઈ રહ્યું છે. અેવી જ રીતે અન્ય વિધાનસભા વિસ્તારમાં પણ ટિકિટ મેળવનારાઅો પ્રદેશ કક્ષાઅે અને રાષ્ટ્રી સ્તરે કયા વગદારના સંપર્કમાં કોણ છે અને અેનો પત્તો ક્યાંથી કેવી રીતે કાપવો અેની રાજરમત શરૂ થઈ ગઈ છે.

જોકે, હાલ તો કોનું પલડું ભારી કરવું અે રાજ્ય સ્તરે સી.અાર. પાટિલ અને કચ્છ જિલ્લા સ્તરે વિનોદ ચાવડાના હાથમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાકી તો અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ જ નક્કી કરતા હોય છે. અેટલે તો વડાપ્રધાનની કચ્છ મુલાકાત વખતે પ્રબળ દાવેદારોને નરેન્દ્ર મોદીથી દૂર રાખવા ખેલ શરૂ કરી દેવાયા હતા. અેવું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...