વાવણી:ખરીફ પાકનું વાવેતર ખેડલાયક જમીનના 13.70 આની

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7.53 લાખ હેકટરમાંથી 6.45 લાખ હેકટરમાં થઈ વિવિધ પાકની વાવણી
  • છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ 6.07 લાખ હેકટરને પણ પાર કરી ગયું

કચ્છમાં ખેડલાયક જમીન 7 લાખ 53 હજાર 907 હેકટર છે, જેમાંથી ચાલુ સાલે 6 લાખ 45 હજાર 902 હેકટરમાં ખરીફપાકનું વાવેતર થઈ થયું છે. અામ ખેડલાયક જમીનના 85.67 ટકા અેટલે કે 13.70 અાના વાવેતર થયું છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ 6 લાખ 45 હજાર 902 હેકટરને પાર કરી ગયું છે.

જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીના મદદનીશ ખેતી નિયામક શાંતિલાલ પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, દસેદસ તાલુકામાં 6મી સપ્ટેમ્બર સુધી કુલ 930 મી.મી. વરસાદ નોંધાયું છે, જેથી ખેતીને સારો અેવો ફાયદો થયો છે. સાૈથી વધુ દિવેલા 1 લાખ 90 હજાર 503 હેકટરમાં વવાયા છે. ત્યારબાદ સાૈથી વધુ જોઈઅે તો ક્રમશ: ઘાસચારોનું 140781, ગુવારનું 71987, કપાસનું 67547, મગફળીનું 65001, મગનું 40876, તલનું 34897, બાજરીનું 19655 હેકટરમાં વાવેતર નોંધાયું છે.

કયો પાક કેટલા હેકટરમાં

પાકહેકટર
બાજરી19655
તુવેર85
મગ40876
મઠ4160
અડદ746
વાલ255
મગફળી65001
તલ34897
દિવેલા190503
કપાસ67547
ગુવાર71987
શાકભાજી8449
ઘાસચારો140781
સક્કર ટેટી60
મિંઢીઅાવળ900
કુલ645902

કચ્છમાં હંમેશ મુજબ ભચાઉ અને રાપરમાં વધુ વાવણી
ભચાઉ તાલુકાના ગામડાઅોમાં 1 લાખ 21 હજાર 380 હેકટરમાં વાવણી થઈ છે અને રાપર તાલુકાના ગામડાઅોમાં 1 લાખ 39 હજાર 900 હેકટરમાં વાવણી થઈ છે. અામ, હંમેશ મુજબ પૂર્વ કચ્છના વાગડમાં સાૈથી વધુ વાવેતર થયું છે. અે પછી પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના ગામડાઅોમાં 83 હજાર 850 હેકટરમાં વાવણી થઈ છે. ભુજ તાલુકાના ગામડાઅોમાં 73 હજાર 542 હેકટરમાં વાવણી થઈ છે.

ગત વર્ષ કરતા 1 લાખ હેકટર વાવેતર વધ્યું
ગત વર્ષ 2021માં ખરીફ પાકનું વાવેતર 5 લાખ 45 હજાર 306 હેકટરમાં થયું હતું. જ્યારે ચાલુ સાલ 2022માં 6 લાખ 45 હજાર 902 હેકટરમાં થયું છે. અામ ગત વર્ષ કરતા ચાલુ સાલે ખરીફ પાકનું 1 લાખ હેકટરમાં વધુ વાવેતર થયું કહેવાય.

અન્ય સમાચારો પણ છે...