સમસ્યા:8 કલાકમાં જ ભ્રષ્ટાચાર પાધરો; ઠેર ઠેર ગાબડા, રસ્તાનો ડામર પણ ઉખડ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભુજ-મિરજાપર રોડ - Divya Bhaskar
ભુજ-મિરજાપર રોડ

શહેરની માળખાકીય સુવિધાઓ સુચારુ હોય તો સુશાસન વ્યવસ્થા છે એમ કહી શકાય. પણ જો તેમાં જ સત્તાધારીઓ નિષ્ફળ જાય તો ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનું પુરવાર થાય. પાંચ વર્ષ અગાઉ વિધાનસભાની ચૂંટણી સમયે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે શહેરના રસ્તા માટે ગ્રાન્ટ ફાળવી હતી. ભુજમાં ગત વર્ષે કરોડોના ખર્ચે રસ્તાઓનું રિ-સર્ફેસીંગ કરાયું છે. પરંતુ કામની ગુણવત્તા નબળી છે, તે માત્ર એક જ દિવસમાં બહાર આવી ગયું છે.

હિલ ગાર્ડન ત્રિભેટે
હિલ ગાર્ડન ત્રિભેટે
સ્વામિનારાયણ મંદિર રોડ
સ્વામિનારાયણ મંદિર રોડ

ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરીથી મિરજાપર સુધીનો રસ્તો રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા થવાનો હતો, મંજૂરી આવી ગઈ હતી અને જોબ નંબર પણ આવી ગયા હતા, છતાં પણ કામ ન થયું. કોલેજ રોડ, ઘનશ્યામ નગર રોડ, જયુબિલી સર્કલ થી કલેકટર કચેરી, હિલ ગાર્ડન ત્રિભેટે, ત્રિમંદિર રોડ, ભીડ ગેટ વગેરે ચારે બાજુ રસ્તા પરથી ડામર ઉખડી ગયો છે. એક તરફ વિકાસની વાત કરતી સરકાર નાગરિકોના કરોડો રૂપિયા આ કામમાં વાપરે છે, પરંતુ બને ત્યારે રૂપકડા લાગતા રસ્તા વરસાદ પડતા જ કાંકરી મૂકી દે છે. જે બતાવે છે કે, મરમ્મતની કામગીરીમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે.

અન્ય સમાચારો પણ છે...