રસીકરણ:આજે કોરોનાની રસીકરણ મેગાડ્રાઇવ : કચ્છમાં એક લાખ ડોઝ ઉપલબ્ધ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 66 હજાર ડોઝ ઉપલબ્ધ હતા, વધુ 36 હજાર કોવીશિલ્ડ ફાળવાયા

કોરોના મહામારી ધીરે ધીરે માથુ ઉચકી રહી છે અને કેસોમાં વધારો થતો હોવાથી સરકાર સફાળી જાગી ઉઠી છે અને અાજે રવિવારે રાજયભરની સાથે કચ્છમાં પણ કોવીડ રસીકરણની મેગાડ્રાઇવનું અાયોજન કર્યું છે. કચ્છ જિલ્લામાં કુલ 66 હજાર ડોજ ઉપલબ્ધ હતા અને 36 હજાર ડોઝ રાજકોટ રીજીયનમાંથી ફાળવાયા છે. અામ હવે કુલ 1 લાખ જેટલા ડોઝ ઉપલબ્ધ છે. રવિવારની રસીકરણ ડ્રાઇવ માટે તડામાર તૈયારીઅો પણ શરૂ થઇ ગઇ હતી.

અાજે રવિવારે રાજયભરની સાથે કચ્છમાં પણ કોવિડ રસીકરણની મેગા ડ્રાઇવનું અાયોજન કરાયું છે જેની તમામ તૈયારીઅોને અાખરી અોપ અાપી દેવાયો છે. કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી મહતમ લોકોને રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવા માટે આ મેગા ડ્રાઇવ રાખવામાં આવી છે અને જિલ્લાના તમામ પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, માંગણી પ્રમાણે સબ સેન્ટર પર રસીકરણની વ્યવસ્થા ગોઠવવામાં અાવી છે. રસીના ડોઝના ત્રણ પ્રકાર છે જેમાં કોવીશિલ્ડ, કોવેકસીન અને કોર્બેવેક્સનો સમાવેશ થાય છે. કોર્બેવેક્સ રસી માત્ર 12થી 14 વર્ષના બાળકોને અાપવામાં અાવે છે.

સાૈથી વધુ ડોઝ ભુજ તાલુકામાં, સાૈથી અોછા નખત્રાણામાં ઉપલબ્ધ

તાલુકોકોવીશિલ્ડકોવેકસીનકોર્બેવેકસ
અબડાસા116012101520
અંજાર332017503180
ભચાઉ259027903000
ભુજ452041704320
લખપત16206402240
ગાંધીધામ89012004780
માંડવી143017402420
મુન્દ્રા227011702940
નખત્રાણા9803601620
રાપર239013602440
અન્ય સમાચારો પણ છે...