કોરોના સંક્રમણ:ગાંધીધામ-અંજારમાં કોરોનાના કેસ દેખાયા, જિલ્લામાં બે દિવસમાં 3 કેસ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાંચ દિ પુર્વે એક સાથે બે કેસ નોંધાયા હતા : બે દર્દીને રજા

પાંચ દિવસ પહેલા ગાંધીધામ અને મુન્દ્રા ખાતે એકસામટે બે કેસ સાથે નોંધાયા હતા, ત્યારે શનિવારે ફરી એકસાથે ગાંધીધામ અને અંજારમાં બે કોરોનાના કેસ દેખાયા છે. આમ જિલ્લામાં એકટીવ કેસોની સંખ્યા ત્રણ પર પહોંચી છે. જિલ્લામાં શુક્રવારે ગાંધીધામ તાલુકામાં વધુ એક કેસ નોંધાયો હતો ત્યારે શનિવારે ફરી એકસાથે ગાંધીધામ અને અંજારમાં બે કોરોનાના કેસ દેખાયા છે. જોકે એક સાથે બે કેસ નોંધાયા હોય તેઓ પાંચ દિવસમાં બીજો કિસ્સો છે. શુક્રવારે ગાંધીધામ તાલુકામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો અને શનિવારે ગાંધીધામ અને અંજારમાં બે કેસ સામે આવ્યા છે.

આમ ગાંધીધામ અને મુન્દ્રાના બે દર્દીઓની તબીયત સારી થતા તેમને રજા અપાઇ હતી. હાલ કચ્છમાં ગાંધીધામના 2 અને અંજારનો એક કેસ મળી કુલ ત્રણ કોરોનાના દર્દી એક્ટિવ છે. નોંધનીય છે કે રાજયમાં પણ હાલ કોરોનાના કેસોએ માથુ ઉચકયું છે ત્યારે હવે કચ્છમાં પણ કેસ નોંધાય છે જેની સામે લોકોનું રસિકરણમાં સહકાર અને જાગૃતી દેખાતી નથી. શનિવારે કચ્છમાં ૨૮૭ જણાએ કોરોનાની રસી લીધી હતી.

સરકાર દ્વારા ટેસ્ટિંગ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ કચ્છમાં જોઇએ તેટલી અસરકારક પ્રગતિ આ દિશામાં જોવા મળતી નથી. હાલમાં જે કેસો આવી રહ્યા છે, તે કોન્ટેક્ટ ટ્રેસિંગના કારણે સામે આવ્યા છે. બીજી તરફ દવાખાનામાં આવતા તાવના દર્દીઓ કોવિડ રિપોર્ટ કરાવવામાં આનાકાની કરતાં હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...