બે તંત્રો વચ્ચે ખોખોની રમત:દેશલપર (ગું)માં તળાવની જાળવણી મામલે ફેંકાફેંક

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઇ વિભાગે તાલુકા પંચાયતને ખો આપ્યો

નખત્રાણા તાલુકાના દેશલપર (ગું)માં દાયકાઅો જૂના વરસાદી પાણી સંગ્રહશક્તિ ધરાવતા કુદરતી તળાવની જાળવણીમાં બે તંત્રો વચ્ચે ખોખોની રમત શરૂ થઈ ગઈ છે તેવો આક્ષેપ અરજદાર દ્વારા કરાયો હતો. આ અંગે અરજદાર દ્વારા કાયલા જળસિંચન પેટા વિભાગને અરજી કરવામાં આવી હતી. અરજદારની અરજી તાલુકા પંચાયતને પત્ર લખી તબદીલ કરી છે. અામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે તળાવો બનાવવાની દિશામાં કામ કરવા અનુરોધ કર્યો હતો. અેના ઉપર જ પાણી ફરી વળ્યા જેવો તાલ સર્જાય અેવી ભીતિ છે.

અરજદાર જગદીશ પી. દવે કાયલા જળસિંચન પેટા વિભાગ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરને જણાવ્યું હતું કે, ગામના તળાવમાં દબાણ થઈ ગયા છે, જેથી વરસાદી પાણી ગામમાં ભરાય છે. વાસ્તે પાણીના કુદરતી સ્રોત તળાવમાંથી દબાણો દૂર કરી સુરક્ષિત કરવામાં અાવે. જોકે, નાયબ કાર્યપાલક ઈજનેરે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી જણાવ્યું છે કે, તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, તળાવ કાયલા જળસિંચન પેટા વિભાગે બનાવ્યું નથી અને દબાણની જવાબદારી તાલુકા વિકાસ અધિકારીની છે, જેથી પત્ર તબદીલ કરીઅે છીઅે.

અન્ય સમાચારો પણ છે...