વિવાદ:સેમેસ્ટર-6ની રિપીટર પરીક્ષામાં અર્થશાસ્ત્રનું પેપર બદલાતા વિવાદ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભ્યાસક્રમ બહારનું પેપર અપાયું : વિદ્યાર્થીઓ
  • નવું પેપર અપાતા સવા-દોઢ કલાક મોડી કસોટી શરૂ થઇ

કચ્છ યુનિવર્સિટી અવાર-નવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે હાલમાં યુનિવર્સિટી દ્વારા એટીકેટીની પરીક્ષા લેવામાં આવી રહી છે. સોમવારે આ પરીક્ષા અંતર્ગત સેમ-6 મા અર્થશાસ્ત્રનું પેપર લેવાનું આયોજન હતું. વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં બેસી ગયા અને ત્રણ કલાકે પેપર મળ્યું ત્યારે તેઓ ચોકી ઉઠ્યા કારણ કે, અભ્યાસક્રમ બહારનું પેપર પુછવામાં આવ્યું હતું. જેથી તાબડતોબ પેપર બદલવામાં આવ્યું હતું અને સુધારા સાથે નવું પેપર આપવામાં આવ્યું હતું. જેના કારણે 4:15 કલાકે પેપરની શરૂઆત થઇ હોવાનું પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

આ બાબતે યુનિવર્સિટીની પ્રતિક્રિયા જાણવા બાબતે પરીક્ષા નિયામક તેજલ શેઠનો ટેલિફોનિક સંપર્ક કરતા ફોન નો-રિપ્લાય થયો હતો. તેમજ અન્ય જવાબદારોએ આ અંગે અજાણતા બતાવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, સેમેસ્ટર-5 અને 6 એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓ માટે શુક્રવારથી પરીક્ષાનો આરંભ થયો છે. જેમાં અંદાજીત 700 જેટલા વિદ્યાર્થીઓ કસોટી આપી રહ્યા છે ત્યારે આ પ્રકારની ઘટના બનતા છાત્રોમાં ચર્ચાઓ જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...