વિવાદ:એમએની પરીક્ષાનો વિવાદ ગૂંચવાયો, એક જ કલાસના વિદ્યાર્થીઓમાં 2 ફાંટા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામસામે આવેદનપત્ર અપાયા : એબીવીપીએ વિવિધ માંગણીઓ મૂકી

યુનિવર્સિટીના એમ.એ.ઇકોનોમિક્સ વિભાગની પરીક્ષાનો મુદ્દો ઉકેલાવવાના બદલે વધુ પેચીદો બની રહ્યો છે.કુલપતિ દ્વારા અપાયેલી ખાતરી પ્રમાણે ભોગગ્રસ્ત વિદ્યાર્થીઓ અને એબીવીપીના હોદ્દેદારો મંગળવારે કચેરીમાં પહોંચ્યા હતા પણ ઇકો.ના વર્ગમાં જે વિદ્યાર્થીઓ હાજર રહેતા હતા તેઓએ ગેરહાજર છાત્રોના વિરોધમાં આવેદનપત્ર આપતા મામલો ઘેરાયો હતો.

યુજીસીના નિયમ પ્રમાણે વર્ગમાં વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી જોઈએ પણ ઇકો.ના વર્ગમાં 17 વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી ન થતા તેઓને ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા અને દિવાળી બાદ યુનિવર્સિટીની પરીક્ષામાં પણ આ છાત્રોને બેસવા દેવામાં નહિ આવે તેવું જણાવાયુ છે.જેથી એબીવીપીએ માંગણી કરી છે કે,તેઓને ફરી પરીક્ષાની તક આપી.યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવાય.જેથી વર્ષ ન બગડે તેમજ આ છાત્રો ભૌગોલિક,આર્થિક અને સામાજિક કારણોથી હાજર ન રહ્યા હોવાનું જણાવાયું છે.

બીજી તરફ જો આ 17 ગેરહાજર છાત્રોને પરીક્ષામાં બેસવાની તક મળશે તો અમે બીજા સેમેસ્ટરમાં હાજરી નહિ આપીએ અને આ રીતે જ પરીક્ષા આપશુ તેવી ગર્ભિત ધમકી સાથે 33 છાત્રએ સહી કરી કુલપતિને આવેદન આપ્યું.હતું.જેથી સતાધીશો પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા.જે બાદ એબીવીપી દ્વારા અર્થશાસ્ત્ર વિભાગમાં શરુઆતથી અત્યારસુધી વિદ્યાર્થીઓની અપૂરતી હાજરીના કારણે પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા હોય તેની યાદી,સ્ટાફ દ્વારા લેવાયેલા લેકચરની માહિતી તેમજ હાજરીપત્રક સહિતના મુદાઓ પર માહિતી મંગાઇ છે. દરમ્યાન સમગ્ર બાબતે વિભાગના વડા ડો.કલ્પના સતીજાનો પ્રતિભાવ જાણવા માટે કોલ કરતા તેમણે ફોન રિસિવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...