કાર્યાલય ધમધમ્યા:કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો આજકાલમાં જાહેર કરશે

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અામ અાદમી પાર્ટી પછી હવે વધુ અેક પક્ષના કાર્યાલય ધમધમ્યા
  • ઈચ્છુકોને સંપૂર્ણ માહિતી સાથે સોમવાર સુધીમાં દાવો રજુ કરવા સૂચના

કચ્છ જિલ્લામાંથી વિધાન- સભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક દાવેદારોઅે રવિવારે અને સોમવારે પોતાની સંપૂર્ણ માહિતી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચતી કરવા સૂચના અપાઈ છે, જેથી ટૂંક સમયમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરે અેવી વકી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે અચાનક જાહેર થાય અેવી શક્યતા છે. જેના પગલે અામ અાદમી પાર્ટીઅે હજુ સુધી ત્રણ તબક્કામાં 29 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી, જેમાંથી અેક ઉમેદવાર કચ્છ જિલ્લાના માંડવી વિધાનસભાની બેઠકના જાહેર થયા છે. બીજી તરફ હવે કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારો પાસેથી સોમવાર સુધી પોતાનો દાવો કરુ કરવા સૂચના અાપી દીધી છે, જેથી પક્ષમાં ચૂંટણીનો માહોલ ઊભો થઈ ગયો છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આગામી કચ્છ જિલ્લાની વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હોય તેવા તમામ આગેવાનોને જણાવાયું હતું કે, રૂબરૂમાં આવી રજૂ કરવા જિલ્લા સમિતિ દ્વારા ખાસ જાણ કરવામાં આવી છે. જિલ્લા પ્રવક્તા દીપક ડાંગર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, સમયમર્યાદામાં બાયોડેટા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પહોંચાડવા અનુરોધ કરાયો છે. વિધાસભાની સામાન્ય ચૂંટણીને લઇને તંત્ર તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ વિવિધ રાજકીય પક્ષોએ પણ અત્યારથી જ કાવાદાવા શરૂ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...