તાળાબંધી કરવાની ચીમકી:કચ્છમાં એક લાખ બેરોજગારો હોવાનો કોંગ્રેસનો દાવો, તંત્રના ચોપડે 11 હજાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી.કે.ટી. સ્થાનિકોને નોકરીથી વંચિત રાખશે તો ઘેરાવની ચિમકી
  • પ્રદેશ યુવા કોંગ્રેસે કાર્યકરો સાથે જિલ્લા રોજગાર કચેરીને ઘેરી વિગતો માંગી

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત માંગે રોજગાર અભિયાન શરૂ કરાયયો છે, જેમાં પ્રથમ ચરણના ભાગ રૂપે રોજગાર ક્યાં છે અંતર્ગત કચ્છ જિલ્લાની રોજગાર કચેરીને ગુજરાત યુવક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કાર્યકરો સાથે ઘેરાવ કર્યો હતો. ત્યારબાદ દાવો કર્યો હતો કે, કચ્છમાં 1 લાખ ઉપરાંત બેરોજગારો છે. પરંતુ, સરકાર તંત્રના ચોપડે માત્ર 11 હજાર બતાવાયા છે.

ગુજરાત યુવક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા બુધવારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રમેશ આહિર અને વિશાળ કાર્યકરો સાથે ટાઉનહોલ પસે ડો. ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરૂની પ્રતિમાને હારારોપણ કર્યા બાદ બહુમાળી ભવનમાં જિલ્લા રોજગાર કચેરી તરફ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આગળ વધ્યા હતા.

જેમને પોલીસે બહુમાળી ભવનમાં પ્રવેશતા અટકાવ્યા હતા. પરંતુ, ધસમસતા પ્રવાહને આગળ વધતા રોકી શકી ન હતી. ત્યારબાદ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખે જિલ્લા રોજગાર અધિકારીને કહ્યું હતું કે, રોજગાર મેળાનું આયોજન કરો. સરકારી અને બિન સરકારી કચેરી ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં 25 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના ધારાધોરણ લાગુ કરવા સૂચવ્યું હતું. બી.કે.ટી. જેવી કંપનીઓ 25 કિ.મી.ના ઘેરાવામાં આવતા વિસ્તારના લોકોને રોજગાર ન આપવાના નિર્ણયને બદલા, જો કંપની નિર્ણય ન બદલે તો બી.કે.ટી.ને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...