ચકચારી MD ડ્રગ્સ કેસ:ભુજના શખ્સોએ અમદાવાદના જુહાપુરાના ઇસમ પાસેથી માલ ખરીદ્યો હોવાની કબૂલાત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છમાં પ્રથમ વખત ભુજ એસઓજીએ બુધવારે 2.80 લાખનું ડ્રગ્સ ઝડપ્યું હતું
  • માધાપર હાઇવે પરથી પકડાયેલા ભાજપના કથિત સભ્ય સહિતના ત્રણેય શખ્સોના 1 દિવસના રિમાન્ડ મંજૂર

કચ્છમાં છેલ્લા લાંબા સમયથી એમડી ડ્રગ્સની હેરાફેરી અને સેવન થતું હોવાની ફરિયાદો વચ્ચે બુધવારે ભુજ એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરીને માધાપર હાઇવે પર કારને રોકાવી તેના ગીયર બોક્ષમાં છુપાવેલુ 2.80 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.આ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.જેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 1 દિવસના રિમાન્ડ મળ્યા છે.પ્રાથમિક તપાસમાં અમદાવાદના જુહાપુરામાં રહેતા ઇસમે માલ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

બાતમીના આધારે SOGએ ભુજ-માધાપર હાઈવે પર GJ 12 DM-1138 નંબરની બલેનો કાર સાથે ભુજના અકરમ અબ્દુલગની સંધી, નદિમ નુરમામદ સમા અને સાવન ચંદુલાલ પટેલને 28 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યા હતા.ત્રણે યુવકો અમદાવાદથી MD ખરીદીને લાવ્યા હતા. પોલીસથી બચવા ત્રણ નાની નાની પડીકીમાં કારના ગિયર બોક્સમાં તેમણે માલ છૂપાવ્યો હતો પણ ડ્રગ્સ ન મળતા સ્નીફર ડૉગની મદદ લેવાઈ હતી.જેમાં ગિયર બોક્સમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.આરોપીઓ અગાઉ પણ બે વા૨ ખેપ મારી આવ્યા હતા.

મ્યા​​​​​​​ઉ મ્યાઉ નામથી નબીરાઓમાં જાણીતા આ ડ્રગ્સનું આરોપીઓ સેવન કરવા સાથે ઊંચા ભાવે સ્થાનિકે વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એસઓજીએ ત્રણેય ઈસમો સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપતા પીએસઆઈ બી.જે.ઠાકોરે આગળની તપાસ હાથ ધરી છે.તેઓએ જણાવ્યું કે,ઝડપાયેલા ત્રણેય વ્યક્તિઓને ભુજની કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા જેઓના એક દિવસના રિમાન્ડ મળ્યા છે.તપાસમાં સામે આવ્યું છે કે,આરોપીઓએ અમદાવાદના જુહાપુરા ખાતે રહેતા સહેજાદ કુરેશી પાસેથી માલ મેળવ્યો હતો.જેથી આ દિશામાં પણ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે

માત્ર 1 ગ્રામની સરકારી કિંમત છે 10 હજાર,છૂટકમાં તો બમણાથી વધુ વસૂલાતા ભાવ\n\nભુજમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે.જેમાં 1 ગ્રામ મેફેડ્રોનની સરકારી કિંમત 10 હજાર રૂપિયા આંકવામાં આવી છે પણ સૂત્રો કહે છે કે,છૂટક બજારમાં તેના બમણા ભાવો લેવાતા હોય છે.છેલ્લા થોડા સમયથી જ આ ડ્રગ્સનું ચલણ કચ્છનાં નબીરાઓમાં વધ્યું છે.યુવાનોમાં આ ડ્રગ્ઝ મ્યાંઉ મ્યાંઉ સહિતના નામે પ્રચલિત છે. મોટાભાગે રેવ પાર્ટીઓમાં તેનું ખૂબ સેવન થાય છે.

અન્ય સમાચારો પણ છે...