• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Concession For Senior Citizens In Trains Has Been Closed For Two And A Half Years, Five Thousand Senior Citizens Of Kutch Are Affected.

રેલવે કૃપયા ધ્યાન દે:ટ્રેનોમાં વૃદ્ધોને મળતું કન્સેશન અઢી વર્ષથી છે બંધ, કચ્છના પાંચેક હજાર સિનિયર સિટિઝનને થતી અસર

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે બંધ રહેલી રેલવે વિભાગની સેવાઓ તબક્કાવાર શરૂ થઈ રહી છે.ભુજ અને ગાંધીધામ સ્ટેશનને સાંકળતી ટ્રેન પણ શરૂ થઈ છે હાલમાં એકમાત્ર શાલીમાર એક્સપ્રેસ બંધ છે તેમજ હવે તો બેડિંગ આપવાનું પણ શરૂ થઈ ગયું છે જોકે,અગાઉ સિનિયર સિટીઝનને ટ્રેનમાં સવારી કરવા માટે ટિકિટમાં કન્સેશન આપવામાં આવતું હતું જે કન્સેશન કોરોનાના કારણે બંધ કરી દેવાતા છેલ્લા અઢી વર્ષથી સિનિયર સિટીઝનને ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટિકિટના દરમાં કોઈ લાભ મળતો નથી.

આ અંગેની વિગતો મુજબ અગાઉ રેલવે દ્વારા 58 વર્ષથી વધુ મહિલાઓને ટ્રેન ભાડામાં 50 ટકા તેમજ 60 વર્ષથી વધુ વયના પુરુષ પેસેન્જરને ટ્રેન ભાડામાં 40 ટકા કન્સેશન આપવામાં આવતું હતું.જે કોરોનામા બંધ કરી દેવાયું હતું.પેસેન્જરોને અપાતી તમામ સેવાઓ તબબક્કાવાર શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સિનિયર સિટીઝનને મળતા લાભ હજી પણ આપવામાં આવ્યા નથી.

કચ્છમાં મુંબઈ સાથે ટ્રેનનો વ્યવહાર ઘણો છે અને આ ટ્રેનમાં પેસેન્જરોનો પ્રવાહ પણ વધુ હોય છે ત્યારે રેલવેના આ નિર્ણયથી જિલ્લામાં 5 હજાર જેટલા સિનિયર સીટીઝન મુસાફરોને અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે,સિનિયર સિટીઝનને લાભ મળતો નથી પણ સંસદસભ્યને ફ્રી મુસાફરીની સુવિધા મળે છે.

અન્ય સમાચારો પણ છે...