તપાસ:જીકેની બબાલમાં તબીબની બે સહોદરો સામે ફરિયાદ

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજળીક હડતાળના કારણે દર્દીઓ હેરાન થયા હતા

જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર મુદ્દે થયેલી બબાલમાં તબીબી છાત્રએ બે જણા સામે ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, બુધાવારે રાત્રે તાલીમી તબીબો લાફો મારવાના મુદ્દે વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા. જેના લીધે માહોલ તંગ થયો હતો.

મૂળ દાહોદના અને હાલે જી.કે.માં એમએસ ઓર્થોપેડીક સર્જન તરીકે છેલ્લા 10 મહિનાથી અભ્યાસ કરતા વિદ્યાર્થી સતીષ લાલચંદભાઈ ડામોરે ફરિયાદમાં જણાવ્યું કે, રાત્રે સાડા 9 વાગ્યે પ્રવીણભારથી ડુંગરભારથી ગોસ્વામી નામના દર્દીને તેના દિકરા જીગ્નેશ તેમજ મહાદેવ જયેશભારથી ગુંસાઈ અકસ્માત થયો હોવાથી સારવાર માટે લઈ આવ્યા હતા સારવાર ચાલુ હતી ત્યારે દર્દીની સાથે આવેલા જીગ્નેશે સારવાર બાબતે બોલાચાલી કરી માથામાં અને ગાલ પર થપ્પડો મારી હતી એ દરમ્યાન મહાદેવ ગુંસાઈએ પણ બોલાચાલી કરી હતી.

જેથી સમજાવવા માટે દોડી આવેલા ડો. રાહુલ ચૌહાણને પણ ગાળો અપાતા સિક્યુરિટીના માણસો બંનેને પોલીસ ચોકીએ લઈ ગયા ત્યારે મહાદેવ ગુંસાઈએ પંચ કાઢી પોલીસચોકીના દરવાજાના કાચ પર મારી નુકસાન કર્યું હતું. જેથી બી ડિવિઝન પોલીસ આવી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જેથી ગુનો દાખલ કરીને અટકાયત કરવામાં આવી હતી.મહ્ત્વનું છે કે,આ હુમલાની ઘટના પછી ઈંટર્ન તબીબો વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા જેના કારણે રાત્રે હોસ્પિટલમાં વેન્ટિલેટર અને આઈસીયુમાં સારવાર તળે રહેલા દર્દીઓની હાલત કફોડી બની ગઈ હોવાનો આક્ષેપ પણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...