કચ્છ ખોજા શિયા ઇસ્ના અશરી જમાત વકફ બોર્ડમાં ભ્રષ્ટાચાર મુદે સસ્પેન્ડ થયેલા ટ્રસ્ટીએ ભુજ ખાતે વક્ફ બોર્ડની માલિકીની મિલ્કત તૈોહિત બોયઝ હોસ્ટેલમાં ગેરકાયદે પ્રવેશ કરીને ફેડરેશનના કાર્યલયમાં લાગેલ તાળા પર બીજુ તાળું લગાવી રેકર્ડ રૂમને તાળું લગાવી રૂમને કરેલા કલરમાં બીજો કલર કરાવી બોગસ સ્તાવેજી કાગળો બનાવી સિક્કા લેટર પેટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતાં આરોપી વિરૂધ ફેડરેશન ઓફ કચ્છ વકફના પ્રમુખે એ ડિવિઝન પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
કેરા રહેતા અને 17 વર્ષથી ફેડરેશન ઓફ કચ્છ વકફ બોર્ડમાં પ્રમુખ તરીકે સેવા આપતા રજબઅલી ગુલામહુશેન ખોજાએ સસ્પેડ થયેલા ફઝલ અબાસ ઓનઅલી ખોજા વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફઝલ ખોજાને અગાઉ ભ્રષ્ટાચાર આચર્યા બાદ વકફમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હોવા છતાં ભુજ ખાતે આવેલા વકફના તૌહિત બોયઝ હોસ્ટેલમાં ગેરકાયદે પ્રવેશ કરી હોસ્ટેલના કાર્યલયના રૂમનું તાળું તોડી અને રેકર્ડ રૂમનું તાળું તોડી 5 હાજરનું નૂકસાન કરીને સંસ્થાના બનાવટી આવક-જાવકના રજીસ્ટર અને લેટર પેડ બનાવી તેમના પર પોતાની સહીઓ કરી ખરા તરીકે ઉપયોગ કરી બેન્કમાં રજુ કરી ગુનો કરતા એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.