ભુજમાં છતરડી નજીક ફરવા આવેલા માનકુવાના યુવકને પોતાની મસ્તી કરતો હોવાનું સમજી સુખપરના શખ્સે ધકબુસટનો માર મારી જાતી અપમાનિત કરતા ફરિયાદ કરવામાં આવી છે.ભુજ એ ડિવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માનકુવાના ફરિયાદી રાજેશ વાલજીભાઈ મહેશ્વરી તેના કુટુંબી ભાઈ સાથે છતરડી વિસ્તારમાં બેઠો હતો.પોતાના ભાઈ સાથે મસ્તી કરતો હતો એ દરમિયાન સુખપરનો મહેન્દ્રસિંહ સોઢા તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે તમે અમારી મસ્તી કરો છો.તેવું કહી ઘકબુસટ કરી ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ ફરિયાદીના સુખપર ગામના મિત્ર રાહુલ મહેશ્વરીને જાણ થતા પતાવટ માટે મીરઝાપર રોડ પર ચાની હોટલ પર આવ્યા હતા.આરોપી તેના બે મિત્રો સાથે આવી રાહુલ મહેશ્વરીને ભૂંડી ગાળો આપી ઘકબુસટનો માર મારી જાતી અપમાનિત કરી ચાલ્યા ગયા હતા.મારામારીમાં ઈજાઓ થતા સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવાય હતા.બનાવને પગલે ભુજ એ ડીવીઝન પોલીસ મથકે સુખપરના આરોપી સહીત ત્રણ વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.