રજૂઆત:મનફરા, ચોબારીના 94 ખેડૂતોને જમીનના મૂળ ભાવથી ઓછું વળતર

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંત્રી ભાવ રૂ.60ને ડેટા એન્ટ્રી રૂ.6ની : ધારાસભ્યની CMને ધા

ભચાઉ તાલુકાના ચોબારી, મનફરા ગામના ખેડૂતોને જમીનાના મુળ ભાવ પ્રમાણે વળતરન મળતાં રાપરના ધારાસભ્યઅે મુખ્યમંત્રીને લેખિત રજૂઅાત કરી છે.ભચાઉ તાલુકાના ચોબારી અને મનફરા ગામના અંદાજિત 94 જેટલા ખેડૂતોના વળતરનો મુદ્દો વણઉકેલ્યો હોઈ તેમજ કરછ શાખા નહેરની કેનાલ માંડવી તાલુકાના મોડકુબા સુધી નીર તાજેતરમાં પહોચ્યા હતા પરંતુ વધારવામાં પૂરતું વળતર મળશે તેવી આશા સાથે જમીન આપી દીધી હતી તેવા મનફરા અને ચોબારીના ખેડૂતોના મુદ્દા અટવાયેલા જ પડ્યા છે.

વધુમાં સલીમગઢથી માંડવી તાલુકાના મોડકુબા સુધીની નર્મદા કેનાલના આડે ભચાઉ તાલુકામાં અભયારણ્યનું ગ્રહણ દુર થયા બાદ મનફરા અને ચોબારીના ખેડૂતોઅે સારું વળતર મળશે તેવા ભરોશે ખેતીની જમીન આપી દીધી હતી. કિસાનોને તેમની જમીનના મૂળ જંત્રી ભાવ કરતાં પણ ઓછું વળતર મળ્યું છે. જમીનના જંત્રીના ભાવ 80 રૂપિયા હોવા છતાં માત્ર 9,10, કે 14 રૂપિયા જેટલા નજીવા ભાવ પ્રમાણે વળતર મળ્યું હોઈ તેમજ બંને ગામના ખેડૂતોને કરોડો રૂપિયા જેટલું ઓછું વળતર મળ્યું છે.

વર્ષ 2011માં વેલ્યુએશન નક્કી કરવા માટે ફોર્મ ભરાયા હતા, જેમાં ચોબારી, મનફરાના કિસાનોના જમીનની જંત્રી રૂ.60 થાય છે પરંતુ ડેટા એન્ટ્રીમાં માત્ર 6 કે 8 રૂપિયા એન્ટ્રી થઈ છે, જે રેવન્યુ તંત્રની ભુલના કારણે ખેડુતોને મળવા પાત્ર વળતર હજુ સુધી મળ્યું ન હોઈ માટે તત્કાલિક ધોરણે ખેડૂતોને તેમના જંત્રી ભાવ પ્રમાણે હકકનું વળતર ચુકવવા રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયાએ મુખ્યમંત્રી, મહેસુલમંત્રી, કૃષિમંત્રી, કલેક્ટરને રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...