કંડલા ઍરપોર્ટની સરખામણીએ ભુજ એરપોર્ટ પર ફલાઇટ કનેક્ટિવિટી ઘણી ઓછી છે જે મુદ્દે અવારનવાર રજૂઆતો છતા કોઈ સાનુકુળ પગલાઓ લેવામાં આવ્યા નથી જે પણ એક હકીકત છે ભુજ એરપોર્ટને મુંબઈ અને અમદાવાદ ઉપરાંત દિલ્હી સુધીની ફલાઇટ સેવા મળે તે માટે વખતોવખતની રજૂઆતો માત્ર કાગળિયા અને આશ્વાસન પૂરતી જ સીમિત રહી ગઈ છે.છેલ્લે સમર શિડયુલ હેઠળ ભુજથી નવી 3 ફલાઇટ શરૂ કરવાની વાતો હતી અને આ માટે કંપનીઓ દ્વારા સ્થાનિકે સર્વે પણ કરવામાં આવ્યો હતો.
જોકે સૂત્રોએ જણાવ્યું કે,આંતરરાષ્ટ્રીય રૂટ શરૂ થઈ જતા કંપનીઓ ડોમેસ્ટિક ફલાઈટના બદલે આંતરરાષ્ટ્રીય રૂટ તરફ વળી ગઈ છે જેથી એકમાત્ર કંપનીએ જ રસ દાખવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય બાબત એ છે કે,સ્ટાર એર કંપની દ્વારા આગામી જૂન મહિનાની 3 તારીખથી ભુજથી અમદાવાદ અને ત્યાંથી બેલગામ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે જેની ચોક્કસ માહિતી કંપની તરફથી આપવામાં આવી હતી.
50 સીટર એમ્બેરર એરક્રાફ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ સેવા આપશે. સોમવાર તેમજ બુધવારથી શનિવાર આ ફ્લાઇટ અમદાવાદથી ભુજ આવશે તો તે જ દિવસે પરત અમદાવાદ પણ જશે. તો સાથે જ બેલગામ સુધી જનારી આ ફ્લાઇટમાં ભુજના લોકો બેલગામ સુધીનો પ્રવાસ પણ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.